Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુવા તાલુકાની ખેત સહકારી મંડળીમાં કરોડોનું કૌભાંડ:દલિત સભ્યો સાથે અન્યાય અને ગેરરીતિ સામે લોહીના અંગૂઠા મારી કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદન, ઉગ્ર આંદોલનની ચીમકી

    9 hours ago

    પ્રમુખે જમીન અને વળતર પચાવી પાડ્યાનો ગંભીર આરોપ મહુવા તાલુકાના ખારી ગામ નજીક આવેલી અનુસૂચિત જાતિ (દલિત) ખેત સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મંડળીના વર્તમાન પ્રમુખ સામે વર્ષ 2012-13 થી મંડળીની જમીન, સરકારી લાભો અને નાણાં પચાવી પાડવાના ગંભીર આક્ષેપો સાથે મંડળીના પીડિત દલિત સભ્યોએ ભાવનગર ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજી હતી. મંડળીના પ્રમુખ છેલ્લા 10 થી 12 વર્ષથી 2012થી હોદ્દા પર બિનઅધિકૃત રીતે કબજો જમાવીને બેઠા છે, તેઓ મંડળીમાં નિયમ મુજબ દર વર્ષે થવા પામતું ઓડિટ કરાવતા નથી તેમજ નવી કોઈ ચૂંટણી પણ થવા દેતા નથી. સરકારે દલિત અને ગરીબ પરિવારના અધિકાર માટે ફાળવેલી જમીનો અને તેના લાભો સામાન્ય સભ્યો સુધી પહોંચવા દેવાયા નથી., સભ્યોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, માઢિયા ગામ નજીક આવેલી મંડળીની જમીન સોમનાથ નેશનલ હાઈવેના કપાણમાં ગઈ હતી.આ જમીન સંપાદન પેટે સરકાર તરફથી આશરે રૂ.3 કરોડ જેટલી માતબર રકમનું વળતર આવ્યું હતું. પરંતુ પ્રમુખે આ સરકારી વળતર મંડળીના ગરીબ સભ્યોને આપવાના બદલે પોતે જ પચાવી પાડ્યું છે અને તેનો કોઈ હિસાબ-કિસાબ આપતા નથી. લોહીના અંગૂઠા મારી વિરોધ નોંધાવ્યો છેલ્લા 11 મહિનાથી આ અંગે વિવિધ કક્ષાએ રજૂઆતો કરવા છતાં ઓડિટર કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓ પ્રમુખના ગોળ-ગોળ જવાબોથી સંતોષ માની ગરીબ સભ્યોની રજૂઆત સાંભળતા ન હોવાનો રોષ વ્યક્ત કરાયો હતો. આખરે ન્યાય માટે સભ્યોએ પોતાના લોહીના અંગૂઠા મારીને ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું., પીડિતોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં મંડળીના પ્રમુખ સામે કડક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન અને પ્રતીક ધરણાં કરવામાં આવશે..
    Click here to Read More
    Previous Article
    લદ્દાખ: PM મોદીએ ₹3350 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા:નવું એરપોર્ટ ટર્મિનલ, 298km રોડ અને દેશના પ્રથમ પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
    Next Article
    ડૉક્ટરના બંધ બંગલામાં ત્રણ તસ્કર ત્રાટક્યા, CCTV:આખું ઘર ફેંદી નાખ્યા બાદ કંઈ ન મળતા મહેનત પર પાણી ફરી વળ્યું, અડાલજ પોલીસ તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment