Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પુણેમાં ગરવી ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન, ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાદનો અનોખો સંગમ જોવા મળ્યો

    1 day ago

    મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગરવી ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું. આ મહોત્સવમાં ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી. અહીં આવનાર દરેક ગુજરાતી વ્યક્તિને જાણે ગુજરાતની ધરતી પર જ હોવાનો અહેસાસ થયો હતો. આ આયોજનમાં રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકોએ ગરબાની રમઝટ બોલાવી. માતાજીની આરાધના સાથે ગુજરાતી સંસ્કૃતિ અને ભક્તિનો માહોલ છવાયો હતો. આ મહોત્સવ ગુજરાતથી દૂર રહેતા ગુજરાતીઓને પોતાની માટી અને સંસ્કૃતિ સાથે જોડવાનું કાર્ય કરી રહ્યો છે. આ મહોત્સવમાં ગુજરાતી ખાણીપીણીનો પણ સ્વાદ માણવા મળ્યો. રાજકોટના પ્રખ્યાત ગાંઠિયા, ગરમાગરમ ભજીયાં અને સ્વાદિષ્ટ ઢોકળા ખાસ આકર્ષણ રહ્યા. ગુજરાતી ભોજનનો આ સ્વાદ લોકોને પોતાના વતનની યાદ અપાવે છે. આવા આયોજનો ગુજરાતથી દૂર વસતા ગુજરાતીઓને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી રાખવામાં મદદરૂપ થાય છે. તે ગુજરાતી એકતા અને ઓળખ જાળવી રાખવાનો એક પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:એમ્પાયર સ્કાયપાર્ક સોસાયટીમાં માતાજીના ચોથા નોરતાની ઉજવણી, સભ્યોએ સાથે મળીને આનંદ અને ઉત્સાહથી કરી ઉજવણી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવલી નવરાત્રી મહોત્સવનો ચોથો દિવસ ઉજવાયો, ન્યુ સાયન્સ સિટી, સોલા ખાતે સ્વચ્છતા અને ગ્રીન નવરાત્રી થીમ પર ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment