Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારશીગામ નજીક પ્રેમસંબંધની દાઝે યુવક પર હુમલો કરનાર ઝડપાયા:ત્રણને ઘટનાસ્થળે લઈ જઈ ઉઠક-બેઠક કરાવી; સગીર સહિતનાએ રસ્તામાં આતરી ધોકા-પાઇપથી માર માર્યો

    4 days ago

    ભાવનગરના માલણકા ગામનો યુવક ખારશી ગામ નજીકથી બાઈક પર નોકરીએ જઈ રહ્યો હતો, ત્યારે જૂના પ્રેમસંબંધની અદાવતમાં સગીર સહિત ચાર શખસોએ રસ્તામાં આંતરી પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ મામલે ભરતનગર પોલીસે ગુનો નોંધી સગીર સહિત ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણ આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સગીરની સંબંધી સાથેના પ્રેમસંબંધની દાઝ રાખી હુમલો કર્યો માલણકા ઘનશ્યામપરામાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા દીપકભાઈ બુધાભાઈ ચૌહાણ (ઉં.વ. 30)એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓને એક સગીરની સંબંધી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અગાઉ બોલાચાલી બાદ સમાધાન થઈ ગયું હોવા છતાં, ગત 4 ઓક્ટોબરના રોજ દીપકભાઈ પોતાના મિત્ર સાથે બાઈક પર નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે ખારશી ગામ પાસે બે મોટરસાઈકલ પર આવેલા ચાર શખસોએ તેમને રોકી પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ બનાવ અંગે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે હુમલો કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર ઉપરાંત પ્રકાશ અરવિંદભાઈ બારૈયા (ઉં.વ. 18), મુકેશ ચકુરભાઈ બારૈયા (ઉં.વ. 27) અને દિલીપ સુરેશભાઈ વેગડ (ઉં.વ. 23) ને પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણ પુખ્ત આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં નવરાત્રીની ઉજવણી, ડી બ્લોકના ચેરમેન આકાશ રાણાએ આરતી કરી, ડીજે પ્રકાશભાઈએ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા
    Next Article
    ગોધરાના શરદ શાહ સંકુલમાં નવરાત્રિ ગરબા મહોત્સવ શરૂ:પ્રથમ દિવસે બાળકો, શિક્ષકો અને વાલીઓ ગરબે ઘૂમ્યા, બે દિવસીય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment