Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાચીન-અર્વાચીનનો અનોખો સમન્વય:રાજકોટની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ, ચોથા નોરતે શ્રીનાથજીની ઝાખી નિહાળી મેયર અને સ્ટે. ચેરમેન મંત્રમુગ્ધ થયા

    20 hours ago

    રાજકોટમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ઉજવાઈ રહ્યો છે, જેમાં સૌકોઈ જુદી-જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે. શહેરનાં નાનામૌવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી ખાતે એક અનોખી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે. નવરાત્રીનાં ચોથા નોરતે અહીં વિશેષરૂપે શ્રીનાથજીની આકર્ષક ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળી રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા મંત્રમુગ્ધ થયા હતા. આ સાથે જ બાળાઓએ પરંપરાગત તાલે રાસની રમઝટ બોલાવી હતી. અહીં ભાગ લેનારી તમામ બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ આપવામાં આવે છે. સોસાયટીનાં પ્રમુખ રાજુભાઈ સાવલિયાનાં જણાવ્યા મુજબ, અહીં છેલ્લા 19 વર્ષથી ખૂબ જ ભવ્યતાપૂર્વક આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીનું મુખ્ય અને વિશેષ આકર્ષણ શ્રીજીની ઝાંખી છે, જે અદભુત બાળાઓ દ્વારા સુંદર રીતે તૈયાર કરીને પ્રસ્તુત કરવામાં આવે છે. સોસાયટી દ્વારા દર વર્ષે ગરબીમાં ઉત્સાહભેર ભાગ લેતી બધી બાળાઓને સોનાની અને બાળકોને ચાંદીની લહાણી આપવામાં આવે છે. આ અનોખા આયોજનને માણવા માટે આજુબાજુની સોસાયટીઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને આ ઉત્સવનો આનંદ માણે છે. આજે મેયર અને સ્ટે. ચેરમેને પણ સમગ્ર આયોજન નિહાળી પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, અહીં રોજ સાંજે માતાજીની આરતી બાદ નાની બાળાઓનાં રાસથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે. બાદમાં જુદા-જુદા આકર્ષક કોસ્ચ્યુમમાં સજ્જ બાળકો અને મોટી બાળાઓ દ્વારા ભુવા રાસ સહિતનાં વિવિધ પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે. અને રાત્રે 11 વાગ્યા પછી સોસાયટીનાં તમામ રહેવાસીઓ ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, ટીટોડો અને સનેડો સહિતનાં વિવિધ અર્વાચીન રાસ લઈને સામુહિક ગરબા માણે છે. બરાબર રાત્રે 12 વાગ્યે આ ભવ્ય ઉત્સવના અંતે વંદે માતરમનાં તાલે અને દેશભક્તિના માહોલ સાથે ગરબીની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના માટે કોઈની પાસેથી ક્યારેય ફાળો માંગવામાં આવતો નથી, પરંતુ સ્થાનિક લોકોને દાતાઓ સ્વેચ્છાએ પોતાની ઈચ્છા મુજબ સહયોગ આપે છે. જે સહયોગનાં આધારે આખું આયોજન કરવામાં આવે છે. તેમજ દરરોજ અહીં રમવા અને દર્શન કરવા આવનાર તમામ લોકો માટે પ્રસાદી તથા નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં આ ગરબીમાં ભાગ લેનારી બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    'મારી માવડીને વધાવો રે...'અમદાવાદમાં આદિત્ય ગઢવીનો જાદુ છવાયો:ચોથા નોરતાની રાત્રે વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં યુવાધન હિલોળે ચડ્યું
    Next Article
    Mehsana Navratri News | મહેસાણામાં દિવ્યાંગ બાળકો સાથે સાંસદ અને ધારાસભ્ય ઘૂમ્યા ગરબે | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment