Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયન આઇડલ ફેમ સિંગર સાથે ભાસ્કરની ખાસ વાતચીત:ગુજરાતમાં ગરબા ગાવાનો અને ખેલૈયાઓ સાથે ઝૂમવાનો માહોલ અદભુત, સ્ટેજ પર જતા પહેલા નર્વસનેસ અનુભવાય

    1 week ago

    સુરતની નવરાત્રી વિશ્વભરમાં જાણીતી છે. અહીંના ખેલૈયાઓનો ઉત્સાહ અને એનર્જી અનોખી હોય છે. સુરતમાં સુવર્ણ નવરાત્રીમાં પરફોર્મ કરવા પહોંચેલી જાણીતી ગાયિકા અરુણીતા કાનજીલાલ સાથે 'દિવ્ય ભાસ્કર' દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેણે સુરતના ગરબા, બંગાળની દુર્ગા પૂજા અને પોતાના અનુભવો વિશે દિલ ખોલીને વાત કરી હતી. સવાલ: સુરતની નવરાત્રી વર્લ્ડવાઇડ ફેમસ છે, અહીંના ખેલૈયાઓનો વાઇબ અને માહોલ તમને કેવો લાગે છે? જવાબ: હું સુરત અને ગુજરાતમાં ઘણી વાર આવી ચૂકી છું. જ્યારે પણ અહીં આવું છું ત્યારે ગીતો ગાઈને અને લોકો સાથે ગરબા ગાઈને ખૂબ જ મજા આવે છે. અહીંના લોકો ખૂબ જ ખુશમિજાજ અને ઉત્સાહી છે. બધા સાથે મળીને ગાય છે અને ઝૂમે છે. આ વખતે નવરાત્રીમાં પહેલીવાર પરફોર્મ કરી રહી છું, તેથી પ્રયાસ રહેશે કે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપું. સવાલ: તમે બંગાળથી આવો છો, ત્યાંની દુર્ગા પૂજા અને ગુજરાતની નવરાત્રીમાં શું સમાનતા જોવા મળે છે? જવાબ: બંને ઉત્સવો પોતાની રીતે ખૂબ જ ભવ્ય છે. બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન વિશાળ પંડાલો બને છે, જ્યાં માતાજીની સ્થાપના થાય છે અને અમે પંડાલ હોપિંગ કરીએ છીએ. રોજ નવા લુક્સ અને તૈયાર થવાનો ક્રેઝ હોય છે. અહીં ગુજરાતમાં પણ લોકો ચણિયાચોળી અને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજ્જ થાય છે. બંને જગ્યાએ સૌથી મોટી સમાનતા એ છે કે બંને ઉત્સવ 'માતાજી'ની ભક્તિ અને આરાધનાના છે. મને પણ અહીં ગરબા રમવાની ખૂબ ઇચ્છા છે. સવાલ: તમે ક્લાસિકલ અને મેલોડિયસ ગીતો માટે જાણીતા છો, ગરબામાં ફાસ્ટ બીટ્સ હોય છે, તો તેના માટે તૈયારી કેવી રહી? જવાબ: સામાન્ય રીતે શો પહેલાં ઘણી પ્રેક્ટિસ કરતી હોઉં છું. જોકે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત ટ્રાવેલિંગમાં હોવાથી અને થોડી તબિયત ખરાબ હોવાના કારણે વધુ સમય મળ્યો નહોતો. ગઈકાલે જ કેટલાક નવા ગુજરાતી ગીતો પણ તૈયાર કર્યા છે. સ્ટેજ પર પૂરી તાકાતથી ગાવાનો પ્રયાસ કરીશ, બાકી બધું માતાજીની કૃપા પર નિર્ભર છે. સવાલ: સામાન્ય રીતે શોમાં લોકો બેસીને સાંભળતા હોય છે, જ્યારે અહીં હજારો ખેલૈયાઓ એકસાથે નાચશે, આ અનુભવ કેવો રહેશે? જવાબ: બાળપણથી જ ક્લાસિકલ બેઝ રહ્યો હોવાથી લોકોએ મને લતાજીના કે જૂના સદાબહાર ગીતો ગાતા વધુ સાંભળી છે. પરંતુ હવે દરેક પ્રકારના ગીતો ગાઈ રહી છું અને છેલ્લે લોકો સાથે ડાન્સ કરાવવાનો અનુભવ પણ કેળવાઈ ગયો છે. આજે હજારો ખેલૈયાઓ સામે ગાવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. સવાલ: સ્ટેજ પર જતાં પહેલાં મનમાં શું વિચાર આવે છે? શું કોઈ પ્રાર્થના કરો છો? જવાબ: સ્ટેજ પર જવાની 5 મિનિટ પહેલાં ખૂબ નર્વસનેસ અને ગભરામણ થાય છે. પરંતુ જેવા સ્ટેજ પર જઈએ અને સામે આટલા બધા ખુશ ચહેરા, તેમની સ્માઇલ અને ઉત્સાહ જોઈએ એટલે બધો ડર ગાયબ થઈ જાય છે. પછી બસ ભગવાનને યાદ કરીને ગીતો શરૂ કરી દઈએ છીએ.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ત્રીજા નોરતે ખેલૈયાઓએ ન્યુ રાણીપની નારાયણી હિલ્સ સોસાયટીમાં ગરબાની રમઝટ બોલાવી
    Next Article
    ભદ્રેશ્વરમાં બાળ વૈજ્ઞાનિકોએ 57 કૃતિઓનું પ્રદર્શન કર્યું:અદાણી વિદ્યામંદિરમાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું, 37 શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment