Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ત્રીજા નોરતે ખેલૈયાઓએ ન્યુ રાણીપની નારાયણી હિલ્સ સોસાયટીમાં ગરબાની રમઝટ બોલાવી

    1 week ago

    આસો મહિનાની અજવાળી રાત અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે આપણી વહાલી નવરાત્રી રમઝટ બોલાવતી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેરના મોટા-મોટા પાર્ટી પ્લોટ હોય કે ગામડાં-શહેરોની નાની-મોટી શેરીઓ, દરેક જગ્યાએ અનોખો રોશનીનો ઝગમગાટ અને અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે. ચણિયાચોળી અને કેડિયાના રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. સાંજ પડતાં જ "અંબે માત કી જય" ના નાદ સાથે માડીની આરતી કરીને ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.જેમાં ઢોલકના તાલે, શહનાઈના સુરે અને પ્રાચીન-અર્વાચીન ગરબાના તાલ પર પગ આપોઆપ થનગનવા લાગે છે. દોઢ તાળી, ત્રણ તાળી અને હીંચ લેતાં ખેલૈયાઓની ઊર્જા જોઈને આખી રાત પણ ટૂંકી પડે છે. આ માત્ર નવ રાતનો તહેવાર નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને સંવાદિતાનું એવું મિલન છે જે દરેક ગુજરાતીના દિલને ઉમંગથી ભરી દે છે, ત્યારે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી નારાયણી હિલ્સ સોસાયટીમાં આજે બ્લેક ડે મનાવવામાં આવ્યો હતો. સોસાયટીના સભ્યો દ્વારા આયોજન કરાયું હતું. આ સોસાયટી પોતાની સંસ્કૃતિના સન્માન સાથે ગરબા રમવા માટે જાણીતી છે.
    Click here to Read More
    Previous Article
    સ્મિત મચ્છરના મોઢામાં સિક્રેટ ગોળી ઠૂંસી!:UAE પોલીસે રાતોરાત 2 પાયલટ ઉઠાવ્યા, શું આ 9/11 કરતા પણ ખતરનાક ષડયંત્ર? અજાણી અપડેટ્સ
    Next Article
    ઇન્ડિયન આઇડલ ફેમ સિંગર સાથે ભાસ્કરની ખાસ વાતચીત:ગુજરાતમાં ગરબા ગાવાનો અને ખેલૈયાઓ સાથે ઝૂમવાનો માહોલ અદભુત, સ્ટેજ પર જતા પહેલા નર્વસનેસ અનુભવાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment