Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં મહિલાએ પ્રેમસંબંધ તોડતા શખ્સે છરી બતાવી ધમકી આપી:‘મારી સાથે નહીં આવે તો મારી નાખીશ અને ફોટા વાયરલ કરી દઈશ'

    17 hours ago

    ભાવનગરના વાલકેટ ગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ભૂતપૂર્વ પ્રેમસંબંધ આગળ ધપાવવાની ના પાડતાં કુંભારવાડા સ્થિત બહેનના ઘરે અને ત્યારબાદ પોતાના નિવાસસ્થાને આવીને છરી બતાવી જાનથી મારી નાખવાની તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ચિત્રા વિસ્તારના શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત ઓક્ટોબર 12 અને 14 ના રોજ બનેલી આ ઘટનાઓ બાદ મહિલાએ 112 નંબર પર સંપર્ક કરી પોલીસ સમક્ષ આપવીતી વર્ણવી હતી. ‘મારી સાથે નહીં આવે તો મારી નાખીશ અને ફોટા વાયરલ કરી દઈશ' મહિલાના જણાવ્યા અનુસાર, ચિત્રાના રામદેવનગર ખાતે રહેતા ભાવેશ આલજીભાઈ રાઠોડ નામના શખ્સ સાથે તેને બે વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો, જે તે હવે રાખવા માગતી નહોતી. ગત તા. 12 ઓક્ટોબરના રોજ મહિલા કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે તેની બહેનના ઘરે ગઈ હતી ત્યારે ભાવેશે ત્યાં આવીને બોલાચાલી કરી છરી બતાવી હતી. ત્યારબાદ 14 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે એક વાગ્યે ફરી આવી અપશબ્દો બોલી મારી સાથે નહિ આવે તો જાનથી મારી નાખવાની અને ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. ભાવેશ રાઠોડ સામે ગુનો દાખલ આ બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી ભાવેશ રાઠોડ સામે BNS એક્ટની કલમ 352, 351(3) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પતરાવાળી ચોકમાં 150 વર્ષ જૂની પુરુષોની ગરબી યોજાઈ:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ગરબે ઘૂમી આરાધના કરી
    Next Article
    Man Sacked After Laptop Reveals He Was Working From Singapore, Not Home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment