Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂરા થયા:શ્રી ઓમકાર વિદ્યાલયમાં વિશેષ ગાન કાર્યક્રમ યોજાયો

    7 hours ago

    સુરેન્દ્રનગરની શ્રી ઓમકાર વિદ્યાલયમાં 'વંદે માતરમ્' ગીતના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે એક ખાસ ગાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, કાર્યકર્તાઓ અને મહેમાનોએ સામૂહિક રીતે 'વંદે માતરમ્'નું ગાન કર્યું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત દેશભરની વિવિધ શાળાઓમાં એક જ દિવસે અને એક જ સમયે 'વંદે માતરમ્'નું ગાન થયું હતું. આયોજકોના જણાવ્યા મુજબ, આ અભિયાનમાં એક કરોડથી વધુ લોકો જોડાયા હતા. આ પ્રસંગે RSSના વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે 'વંદે માતરમ્' ગીતના ઇતિહાસ અને તેના મહત્વ વિશે જાણકારી આપી હતી. તેમણે ગીતની રચના અને રાષ્ટ્રભાવનામાં તેના યોગદાન વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સુનીલભાઈ મોટકા, સ્વામિનારાયણ મંદિરના સભ્ય કોઠારીભાઈ સહિત અનેક કાર્યકર્તાઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી છવાઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    'સગાઈ તૂટે એટલે સંમતિથી બંધાયેલા સંબંધો દુષ્કર્મ ન બને':રણજી ક્રિકેટર શિવાલીક શર્માને રાજસ્થાન હાઇકોર્ટમાંથી ક્લીનચીટ, IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો
    Next Article
    મુળીના વગડીયામાં ઘરમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક જથ્થો મળ્યો:વિપુલ સાનીયાના ઘરમાંથી 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment