Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સગાઈ તૂટે એટલે સંમતિથી બંધાયેલા સંબંધો દુષ્કર્મ ન બને':રણજી ક્રિકેટર શિવાલીક શર્માને રાજસ્થાન હાઇકોર્ટમાંથી ક્લીનચીટ, IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો

    7 hours ago

    વડોદરાના જાણીતા રણજી ટ્રોફી ક્રિકેટર અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા શિવાલીક શર્મા પર તેમની પૂર્વ મંગેતરે કરેલી દુષ્કર્મની ફરિયાદ રાજસ્થાન હાઈકોર્ટે રદ્દ કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ ચુકાદાને પગલે ક્રિકેટર શિવાલીક શર્માને કાનૂની સ્તરે ખૂબ મોટી રાહત મળી છે અને તેમની સામે ચાલી રહેલી તમામ ફોજદારી કાર્યવાહીનો અંત આવ્યો છે. સગાઈ બાદ તકરાર થતાં દુષ્કર્મની ફરિયાદ થઈ બનાવ અંગે રાજસ્થાનના જોધપુર સ્થિત કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023માં તેણી મિત્રો સાથે વડોદરા ગઈ હતી ત્યારે ક્રિકેટર શિવાલીક સાથે સંપર્ક થયો હતો. ધીમે-ધીમે આ વાતચીત ગાઢ મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધમાં પરિણમી હતી. ઓગસ્ટ 2023માં શિવાલીક પોતાના પરિવાર સાથે જોધપુર પહોંચ્યો હતો અને બંને પરિવારોની મંજૂરી સાથે વિધિવત સગાઈ થઈ હતી. સગાઈ બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો સ્થપાયા હતા, પરંતુ પાછળથી મતભેદો સર્જાતાં સગાઈ તૂટી ગઈ હતી. જેથી નારાજ યુવતીએ શિવાલીક સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આરોપ મૂકી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ‘પુખ્ત વયના સંબંધોમાં સગાઈ તૂટવા માત્રથી દુષ્કર્મનો ગુનો બનતો નથી’ આ કેસની સુનાવણી દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટે ખૂબ મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, બે સમજદાર અને પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે પરિવારોની સંમતિથી સગાઈ થઈ હોય અને ત્યારબાદ બંનેની પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બંધાયા હોય, તો સંબંધોમાં પાછળથી આવેલી કડવાશ કે સગાઈ તૂટી જવા માત્રથી તેને દુષ્કર્મનો ગુનો ગણી શકાય નહીં. આ તારણના આધારે હાઈકોર્ટે જોધપુરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અને તેને સંબંધિત સમગ્ર પ્રક્રિયાને સદંતર રદ્દ કરવાનો કાનૂની આદેશ આપ્યો હતો. સગાઈ બાદ પણ વોટ્સએપ ચેટિંગ અને આર્થિક વ્યવહારો સામાન્ય હતા કોર્ટમાં શિવાલીક તરફથી ઉપસ્થિત રહેલા સિનિયર એડવોકેટે દલીલ કરી હતી કે બંને પક્ષો પુખ્ત, શિક્ષિત અને પરિપક્વ છે. સગાઈ બાદ બંનેની રજામંદીથી સંબંધ બંધાયા હતા. તદુપરાંત, સંબંધોમાં ખટરાગ આવ્યા બાદ પણ બંને વચ્ચે લાંબા સમય સુધી વોટ્સએપ પર સામાન્ય વાતચીત તેમજ આર્થિક લેવડ-દેવડ ચાલુ રહી હતી. જેથી લગ્નની ખોટી લાલચ આપીને સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો દાવો સાવ પાયાવિહોણો છે, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે રાહત આપી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી લઈને મુંબઈ ઇન્ડિયન્સ સુધીની સફર શિવાલીક શર્માએ વર્ષ 2018-19માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. રણજી ટ્રોફીમાં વડોદરાની ટીમ તરફથી સતત શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેની પ્રતિભાને ઓળખીને વર્ષ 2024ના આઈપીએલ ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે તેને ખરીદ્યો હતો. ક્રિકેટ જગતમાં ઉભરતા આ યુવા ખેલાડી પરથી દુષ્કર્મનો કેસ રદ્દ થતાં તેના સ્પોર્ટ્સ કરિયર સામે ઊભી થયેલી સમસ્યા હવે દૂર થઈ છે.
    Click here to Read More
    Previous Article
    Delhi Police से भिड़ गया बुज़ुर्ग! 'पुलिस वाले संविधान मानो' Gyanesh resignation | Jantar-Mantar
    Next Article
    વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂરા થયા:શ્રી ઓમકાર વિદ્યાલયમાં વિશેષ ગાન કાર્યક્રમ યોજાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment