Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બિગ બોસ'માં બઘડાટી:વાઇલ્ડકાર્ડ એન્ટ્રી મિઠ્ઠુ ડોનનો 'વાઇલ્ડ' અવતાર, રિયાલિટી શો સ્ટાર ગુલ્લુ સાથે મારામારી

    10 hours ago

    ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 20'ના ઘરમાં બે સ્પર્ધકો નકુલ ઢુલ ઉર્ફ મિઠ્ઠુ ડોન અને રિયાલિટી શો સ્ટાર ગુલ્લુ વચ્ચેની દલીલ દરમિયાન મારામારી થઈ ગઈ. આ દરમિયાન ટીવી એક્ટ્રેસ માહી વિજ ચીસો પાડતી જોવા મળી. આ વિવાદ સિંગર કાજી તૌકીરની કથિત ટિપ્પણીઓથી શરૂ થયો હતો. દરમિયાન, આજના એપિસોડના પ્રોમોમાં નકુલને ઘરની બહાર મોકલવાના સંકેતો મળ્યા. પ્રોમોમાં કહેવામાં આવ્યું, “આજે ઘરમાં એક અપ્રિય ઘટના બની. ઘરના સૌથી મહત્ત્વપૂર્ણ નિયમનું ઉલ્લંઘન થયું.” જોકે, મેકર્સે હજુ સુધી નકુલને ઘરમાંથી બહાર કાઢવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.' કાજી તૌકીરની ટિપ્પણીથી શરૂ થયો વિવાદ નકુલને ઑનલાઇન મિઠ્ઠુ ડોનના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ટેલિવિઝન એક્ટર મનીષ ગોયલ સાથે 'બિગ બૉસ 20'માં વાઇલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે જોડાયો છે. મામલો ત્યારે શરૂ થયો, જ્યારે નકુલે કન્ટેન્ટ ક્રિએટર સ્કાઉટ OP સાથે કાજીની કથિત ટિપ્પણીઓ વિશે વાત કરી. નકુલે કહ્યું કે, 'કાજી સ્કાઉટના કાનમાં થૂંકવાની ઘટના વિશે વાત કરી રહ્યો હતો.' આ પછી સ્કાઉટે કાજીને આ વિશે પ્રશ્ન કર્યો. કાજીએ કહ્યું કે, તેણે આ વાત મજાકમાં કહી હતી. નકુલે તેને મજાક માની નહીં. આ પછી વાતચીત તણાવપૂર્ણ બની ગઈ. કાજીએ ગુલ્લુને કહ્યું કે, તે નકુલને મામલો સમજાવે. નકુલે ગુલ્લુના વચ્ચે આવવા સામે વાંધો વ્યક્ત કર્યો. ગુલ્લુએ નકુલને પૂછ્યું કે, તે મામલો શા માટે વધારી રહ્યો છે. ત્યાર બાદ બંને વચ્ચેની દલીલ વધુ ઉગ્ર બની ગઈ. દલીલ દરમિયાન ધક્કામુક્કી બંને સામસામે દલીલ કરતા હતા, તે દરમિયાન નકુલે ગુલ્લુને ધક્કો માર્યો. ઘરના બાકીના સભ્યો તરત જ ત્યાં પહોંચ્યા અને બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો. ઝઘડા દરમિયાન નકુલે એ પણ કહ્યું કે, તેના ભાઈઓ અગાઉ ગુલ્લુનો સામનો કરવા ગુરુગ્રામ ગયા હતા. નકુલે દાવો કર્યો કે તે સમયે ગુલ્લુ ભાગીને ગોવા જતો રહ્યો હતો. માહી વિજ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બૂમો પાડતી જોવા મળી હતી. તે વારંવાર પૂછી રહી હતી કે, નકુલે ગુલ્લુને શા માટે માર્યો. તેણે એ પણ પૂછ્યું કે શું નકુલ આ જ કારણસર ઘરમાં આવ્યો હતો? આ ઝઘડો એવા સમયે થયો, જ્યારે નકુલ ઘરમાં આવ્યો, ત્યારથી નકુલ અને ગુલ્લુ એકબીજાથી અંતર જાળવી રહ્યા હતા. નકુલ-ગુલ્લુની લડાઈ પર એલ્વિશ યાદવનો કટાક્ષ યૂટ્યુબર અને પૂર્વ 'બિગ બોસ' સ્પર્ધક એલ્વિશ યાદવે શોમાં નકુલ અને ગુલ્લુ વચ્ચે થયેલી લડાઈ પર પ્રતિક્રિયા આપી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “આટલા સમય પછી આજે બિગ બોસ જોયું. કદાચ હવે નિયમો બદલાઈ ગયા છે. હવે જેને માર પડી રહ્યો છે, તેને જ બહાર કરો. દુઃખદ.” .............. આ સમાચાર પણ વાંચો... 'બિગ બોસ 20'માં ભાઈ-બહેનના સંબંધની આડમાં અશ્લીલતા!:સલમાન ખાનનું મગજ છટક્યું, પૂર્વ કન્ટેસ્ટન્ટ પણ ભડકી; TRP વધારવા 2 વાઇલ્ડકાર્ડ એન્ટ્રી ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બોસ 20' આ દિવસોમાં શોના સ્પર્ધકો સ્કાઉટ ઓપી (કોન્ટેન્ટ ક્રિએટર) અને લવ ગિલ (પંજાબી એક્ટ્રેસ)ના વિચિત્ર સંબંધને કારણે ચર્ચામાં છે. બંને તેને ભાઈ-બહેનનો સંબંધ ગણાવે છે. જોકે, શોમાં એકબીજા સાથેનું તેમનું વર્તન પ્રશ્નોના ઘેરામાં છે. સોશિયલ મીડિયા પર ઘણી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, જેમાં ક્યારેક સ્કાઉટ લવને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળ્યો, તો ક્યારેક તેને મસાજ આપતો જોવા મળ્યો. ચર્ચા વચ્ચે હવે સલમાન ખાને 'વીકએન્ડ કા વાર' દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    नींबू से लद जाएगा आपका पौधा, गार्डिंग एक्सपर्ट ने बताया नींबू के पौधे में ज्यादा फल लाने के लिए क्या करें
    Next Article
    સૌરવ-આશુતોષને 5 દિવસ માટે તિહાડ મોકલવામાં આવ્યા:જંતર-મંતર પર પ્રદર્શન બદલ ન્યાયિક કસ્ટડી; રાહુલે કહ્યું- યુવાનોને જેલમાં મોકલવું કાયરતા છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment