Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોજેક્ટ સારથી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો:વલ્લભી વિદ્યાવિહાર, નવા વાડજ ખાતે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ દ્વારા અપાઈ તાલીમ

    1 day ago

    નવા વાડજની વલ્લભી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે સવારે 8 વાગ્યે 'પ્રોજેક્ટ સારથી નમસ્તે લાઇફ એન્ડ વેલનેસ' દ્વારા એક વર્કશોપ યોજાયો. આ વર્કશોપ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે હતો. પ્રોજેક્ટ સારથીના પ્રતિનિધિ શ્વેતાબેન બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓને જંક ફૂડ ટાળવા, મોબાઇલના વ્યસનથી દૂર રહેવા અને નશાથી બચવા સમજ આપી. તેમણે દરરોજ હળવી કસરતો કરવા અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રાણાયામ અને યોગ કરવાનું મહત્વ સમજાવ્યું. આ સેશન લગભગ એક કલાક ચાલ્યું. શાળાના શિક્ષક અને પ્રોજેક્ટ સારથી કન્વીનર ઉમંગ શુક્લાએ આભાર પ્રદર્શન કર્યું. તેમણે વિદ્યાર્થીઓને શાળા સમય દરમિયાન તાસ શરૂ થતા પહેલા પાંચ મિનિટ માટે હળવી કસરતો કરવા અને ખરાબ ટેવોથી દૂર રહી અભ્યાસમાં ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સન સાઉથ રેયઝ સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી, સાઉથ બોપલ, અમદાવાદમાં ત્રીજા નોરતે ગરબાનું આયોજન
    Next Article
    રાજ્યભરમાં ગરમી યથાવત રહેશે, ડીસામાં 39.8 ડિગ્રી તાપમાન:4 શહેરમાં ગરમીનો પારો 39ને પાર, અમદાવાદમાં આજે તાપમાન 37 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment