Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'શી ટીમ' એક્શનમાં:ગરબા ગ્રાઉન્ડ્સ પર કડક ચેકિંગ, રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

    10 hours ago

    વલસાડ જિલ્લામાં નવરાત્રીનો પર્વ ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ્સ પર ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે મહિલાઓ અને ખેલૈયાઓની સુરક્ષા માટે વલસાડ પોલીસે ખાસ તૈયારી કરી છે. DySP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું કે, નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો સતત કાર્યરત છે. અધિકારીઓ વાહનો અને મોટરસાયકલ પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ગરબા સ્થળોએ પોલીસ ટીમો નિયમિત મુલાકાત લઈ રહી છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ખાસ 'શી ટીમ' તૈનાત કરાઈ છે. આ ટીમની મહિલા પોલીસ યુનિફોર્મ ઉપરાંત ખાનગી કપડાંમાં પણ ગરબા સ્થળો પર હાજર રહે છે. ગરબા ગ્રાઉન્ડ પર કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. 'શી ટીમ' અને સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસ આવી પ્રવૃત્તિઓ પર નજર રાખી શંકાસ્પદ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. વલસાડ પોલીસ માઈ ભક્તો અને ખેલૈયાઓ શાંતિપૂર્ણ, સુરક્ષિત માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે 24 કલાક સેવા આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના દાહોદ રોડ પર આરાધના ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ:માતાજીના ગરબે ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઝૂમી ઉઠ્યા
    Next Article
    CJP Leaders Under Preventive Arrest For Trespassing At Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment