Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:નારણપુરા અર્જુનગ્રેસ નવરાત્રી મહોત્સવમાં સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી, માં અંબેના બીજા નોરતે ભક્તિ અને ઉત્સાહ સાથે મન મૂકીને ગરબે ઘુમ્યા

    3 days ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે. શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારેનારણપુરા અર્જુનગ્રેસમાં નવરાત્રી મહોત્સવના બીજા નોરતાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માં અંબેની ભક્તિનો માહોલ છવાયો હતો. મહોત્સવમાં ઉપસ્થિત સભ્યોએ મન મૂકીને ગરબે ઘુમ્યા. તેમણે ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:આકૃતિ ટાઉનશીપમાં રાત્રે ગરબાનો રંગ જામ્યો, નારોલ, અમદાવાદમાં મોડી રાત સુધી ખેલૈયાઓએ મન મૂકીને ગરબા કર્યા, પછી નાસ્તો પણ કર્યો
    Next Article
    જૂથળ ગામે જાહેર શૌચાલયના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો:પાયા વગર અને નબળા મટીરીયલથી કામ થતું હોવાનો ગ્રામજનોનો આરોપ; આસિસ્ટન્ટ TDOએ તપાસની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment