Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર મહારાજની ભાગવત કથાનો પ્રારંભ:આધ્યાત્મિક ક્રાંતિ સિવાયના તમામ રાજકીય આંદોલનો મિથ્યા છે: ગુપ્તેશ્વર મહારાજ

    3 days ago

    વડોદરા ખાતે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બિહારના પૂર્વ ડીજીપી અને આધ્યાત્મિક વક્તા ગોવિંદાચાર્ય ગુપ્તેશ્વર મહારાજ (પૂર્વ ગુપ્તેશ્વર પાંડે) આ કથામાં શ્રદ્ધાળુઓને કથા રસપાન કરાવશે. વડોદરા આગમન વેળાએ તેમણે સાંપ્રત સામાજિક અને રાજકીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં આધ્યાત્મિક ક્રાંતિ જ એકમાત્ર સાચો ઉપાય છે, જ્યારે અન્ય તમામ આંદોલનો મિથ્યા સાબિત થાય છે. GEN Zમાં સંસ્કારોનું બીજ રોપવું જરૂરી ગોવિંદાચાર્ય ગુપ્તેશ્વર મહારાજે જણાવ્યું હતું કે નવી પેઢી પશ્ચિમી અને વામપંથી વિચારધારાથી પ્રભાવિત થઈ રહી છે, કારણ કે તેમને યોગ્ય જગ્યાએથી માર્ગદર્શન મળતું નથી. GEN Z માં આધ્યાત્મનું બીજ રહેલું જ છે, પરંતુ યોગ્ય પારિવારિક અને શૈક્ષણિક માહોલના અભાવે તે દબાઈ ગયું છે. સંતાનોને યોગ્ય સંસ્કાર આપવાની પ્રાથમિક જવાબદારી માતા-પિતા અને પરિવારની છે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પશ્ચિમી સંસ્કૃતિની અસર ક્ષણિક છે અને ભારતમાં સનાતન વારસો ઘણો ઊંડો છે. આજની રાજનીતિમાં નૈતિકતાનો અભાવ ભૂતકાળમાં સનદી અધિકારી અને મંત્રીના વિશેષ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા મહારાજે વર્તમાન રાજકારણ અંગે તીખો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે આજની રાજનીતિ માત્ર છળ, કપટ અને સત્તા મેળવવાની હોડ પૂરતી સીમિત રહી ગઈ છે. રાજકારણમાં સેવાભાવના કે નૈતિકતાનો સંપૂર્ણપણે લોપ થયો છે અને લોકો માત્ર પદ કે સત્તા મેળવવા માટે જ પ્રયાસો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ જોડાશે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા આયોજિત આ ભાગવત કથામાં વડોદરા શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી બિહારી સમાજ અને અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. વડોદરા તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વસતા લોકોને આ કથા શ્રવણનો લાભ લેવા મંડળ દ્વારા ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા વિપક્ષી નેતાઓ:વિદ્યાર્થી સંગઠનોને પણ ચા પીવા બોલાવ્યા; CEC વિરુદ્ધ આંદોલનની રણનીતિ પર ચર્ચા થશે
    Next Article
    ગાંધીનગર મનપામાં ભાજપની જીતની હેટ્રિક:નવરાત્રીમાં લઘુમતી બાઉન્સર્સ રાખતા બબાલ, કોમનવેલ્થને પગલે મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, ખુલ્લી લિફ્ટ પટકાતા મહિલાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment