Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં શી ટીમની મહિલા પોલીસ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી:ગરબા ગ્રાઉન્ડ્સ પર મહિલાઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત; રોમિયોગીરીઅને છેડતી કરનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી

    10 hours ago

    વડોદરા શહેર પોલીસની 'શી ટીમ' દ્વારા નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક પ્રશંસનીય અને અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ પોશાક પહેરીને વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ પર પહોંચી રહી છે. તેઓ મહિલા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સ્થળ પર જ સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી રહી છે. ઉચ્ચ મહિલા અધિકારીઓએ ગ્રાઉન્ડ ચકાસણી કરી નવરાત્રિના બીજા નોરતે વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ખાતે DCP ઝોન-2 મંજીતા વણઝારા અને મહિલા સેલના ઇન્ચાર્જ ACP સી.એચ. આસુન્દ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અગ્રણી મહિલા અધિકારીઓએ ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સુરક્ષા વ્યવસ્થાની રૂબરૂ ચકાસણી કરી હતી. પોલીસના આ લોકઉપયોગી અભિગમને કારણે ગરબા રમવા આવતી મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષાની વિશેષ ભાવના જોવા મળી રહી છે. છેડતી કરનારા સામે કડક પગલાં લેવાશે DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, સમગ્ર વડોદરા શહેરમાં નાઇટ પેટ્રોલિંગ અને બાઇક પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. ગરબા ગ્રાઉન્ડ પર ખાનગી કપડાંમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવી છે. જો ગરબા ગ્રાઉન્ડ કે તેની આસપાસ કોઈ રોમિયોગીરી કરતું જણાશે કે મહિલાઓની છેડતી કરશે તો વડોદરા પોલીસ તેની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરશે. CP ના માર્ગદર્શન હેઠળ રાતભર પેટ્રોલિંગ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના સીધા માર્ગદર્શન હેઠળ શી ટીમ, સ્થાનિક પોલીસ સ્ટેશનો અને સમગ્ર સ્ટાફ આખી રાત જાગીને કામગીરી કરી રહ્યો છે. આયોજક અપેક્ષા પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચાચરચોકને આસોપાલવ અને ગોટાના ફૂલોની થીમ પર સજાવવામાં આવ્યો છે અને વડોદરાના ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની મજા માણી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના માં શક્તિ ગરબા મહોત્સવમાં અંગારા પર રાસ:જામનગરના કલાકારોએ સળગતી મશાલો સાથે તાલબદ્ધ રાસે મંત્રમુગ્ધ કર્યા;પરંપરાગત વારસાને જીવંત રાખતો પ્રયાસ
    Next Article
    बच्चों की जान गई, सामान बर्बाद, दवाई खत्म, क्या होगा अब? Lucknow Faizullaganj Flood | Gomti River

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment