Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના માં શક્તિ ગરબા મહોત્સવમાં અંગારા પર રાસ:જામનગરના કલાકારોએ સળગતી મશાલો સાથે તાલબદ્ધ રાસે મંત્રમુગ્ધ કર્યા;પરંપરાગત વારસાને જીવંત રાખતો પ્રયાસ

    11 घंटे पहले

    વડોદરા શહેરમાં નવરાત્રિ પર્વની ભક્તિમય અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે માં શક્તિ ગરબા મહોત્સવમાં જામનગરના કલાકારો દ્વારા પરંપરાગત મશાલ રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આગના અંગારા પર યુવાનોએ તાલબદ્ધ રાસ રજૂ કરી ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મશાલના પ્રકાશ અને ઢોલના તાલના સુંદર સમન્વયે સમગ્ર ગરબા મહોત્સવમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિનું વિશિષ્ટ લોકનૃત્ય મશાલ રાસ એ ગુજરાતની પ્રાચીન લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકનૃત્ય સાથે જોડાયેલી એક અત્યંત વિશિષ્ટ રજૂઆત છે. આ રાસમાં કલાકારો હાથમાં સળગતી મશાલો લઈને સંગીતના તાલે અદભુત કૌશલ્ય સાથે રાસ રમે છે. મશાલોના પ્રકાશથી સર્જાતું દ્રશ્ય અતિ સુંદર લાગે છે, જોકે આ સાહસિક રજૂઆતમાં સુરક્ષા અને સાવચેતીનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. કલાકારોની ગતિ અને લયનું રોમાંચક પ્રદર્શન જામનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકપરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન આવા અનોખા રાસની રજૂઆતો જોવા મળે છે. મશાલ રાસમાં કલાકારોનો તાલમેળ, ગતિ અને લય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એકસાથે સળગતી મશાલો સાથે તાલબદ્ધ હલનચલન કરતા કલાકારોનું પર્ફોર્મન્સ પ્રેક્ષકો માટે એક રોમાંચક અને અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો. સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી પિરસણ માં શક્તિ ગરબા મહોત્સવમાં જામનગરના કલાકારોની આ પ્રસ્તુતિથી આધુનિક ગરબાની સાથે સાથે ગુજરાતની ખમીરવંતી લોકસંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. આ પ્રકારના વિશેષ કાર્યક્રમો ગુજરાતની વિલુપ્ત થતી લોકકલાને પ્રોત્સાહન પૂરું પાડે છે અને નવી પેઢીને પરંપરાગત સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
    Click here to Read More
    Previous Article
    સ્કોર્પિયોમાં ‘પોલીસ’નું બોર્ડ લગાવી ફટાકડા ફોડી શો બાજી કરનાર ઝડપાયો:સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વાઇરલ વીડિયોના આધારે બોપલના કિશન ભાલોડિયાની અટકાયત કરી
    Next Article
    વડોદરામાં શી ટીમની મહિલા પોલીસ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી:ગરબા ગ્રાઉન્ડ્સ પર મહિલાઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત; રોમિયોગીરીઅને છેડતી કરનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment