Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શાહરુખ-કાજોલ મારા ચહેરા પર સ્મિત લાવી દે છે':નુસરત ભરુચાએ સ્પાઇન સર્જરી બાદ હેલ્થ અપડેટ આપ્યું, હાથમાં ડ્રિપ્સ અને નર્સના હાથે જમતી જોવા મળી

    7 hours ago

    એક્ટ્રેસ નુસરત ભરુચાનું ઇન્ડોનેશિયાના બાલીમાં અકસ્માત થયું હતું. જેમાં તેના કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું. તેને ભારતમાં એરલિફ્ટ કર્યા બાદ સર્જરી થઈ. હવે, સર્જરી બાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી હેલ્થ અપડેટ શેર કરી છે. સામે આવેલા વીડિયોમાં નુસરત ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. તેના હાથમાં અનેક ડ્રિપ્સ લગાવવામાં આવી છે અને નર્સ તેને ખવડાવી રહી છે. નુસરત ભરુચાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ટીવી પર શાહરુખ ખાન અને કાજોલનું ગીત જોઈ રહી છે. આ દરમિયાન તેના હાથમાં અનેક ડ્રિપ્સ લાગેલી જોવા મળી રહી છે અને નર્સ તેને ખવડાવી રહી છે. આ સ્ટોરીમાં નુસરતે લખ્યું, ‘અને આ રીતે, શાહરૂખ ખાન અને કાજોલ મારા ચહેરા પર સ્મિત લાવી દે છે. એક યાદ અપાવે છે કે, સ્થિતિ ધીમે ધીમે... સારી થતી જાય છે.. હંમેશાં થાય જ છે. ધીમે ધીમે રૂઝ આવી રહી છે, અનંત સ્વપ્નો જોઈ રહી છું...’ આ પહેલાં એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બારી પાસે રાખેલી ખાલી રિક્લાઇનિંગ વ્હીલચેરની તસવીર શેર કરી હતી. તસવીરમાં દૂર સૂર્યાસ્તનું દૃશ્ય દેખાઈ રહ્યું હતું. તેની સાથે તેણે લખ્યું હતું, 'હું હંમેશાં સનસેટનો પીછો કરતી આવી છું, અને અચાનક મારું દૃશ્ય બદલાઈ ગયું. પરંતુ, પિક્ચર હજુ બાકી છે મારા મિત્ર.' બાલીમાં થયો હતો અકસ્માત, કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું નુસરત ભરુચા કામ અને રજાઓ ગાળવા માટે બાલી ગઈ હતી, જ્યાં તે એક અકસ્માતનો ભોગ બની હતી. તેની ટીમ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ અકસ્માતમાં તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર માટે તેને વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવી હતી. શૂટિંગ દરમિયાન નુસરત ઘાયલ થઈ હતી વર્ષ 2023માં નુસરત ભરુચા શૂટિંગ દરમિયાન ઘાયલ થવાની બે ઘટનાઓ સામે આવી હતી. એપ્રિલ 2023માં ફિલ્મ ‘અકેલી’ના શૂટિંગ દરમિયાન પણ નુસરત અકસ્માતનો ભોગ બની હતી. એક સીનમાં તેને દોડવાનું હતું. આ દરમિયાન તે આરસના ફ્લોર પર પડી ગઈ હતી. અકસ્માત બાદ તે લગભગ અડધો કલાક દુખાવાથી રડતી રહી હતી. ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. વળી, જાન્યુઆરી 2023માં ફિલ્મ ‘છોરી 2’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન કરતી વખતે તેના ચહેરા પર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને ચહેરાની પાસે ટાંકા લેવા પડ્યા હતા. આ પછી તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે ટાંકા લેવડાવતાં જોવા મળી હતી. ઓગસ્ટ 2021માં શૂટિંગ દરમિયાન તબિયત લથડી હતી આ પહેલાં ઓગસ્ટ 2021માં નુસરતની શૂટિંગ દરમિયાન અચાનક તબિયત લથડી ગઈ હતી. તે લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. લગભગ 23-24 દિવસથી સતત કામ કરવાને કારણે તે ખૂબ થાકી ગઈ હતી. ઘટના બની તે દિવસે તેને ભારે ચક્કર આવ્યા અને તે યોગ્ય રીતે ઊભી પણ રહી શકતી નહોતી કે વાત પણ કરી શકતી નહોતી. ત્યારબાદ તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું બ્લડ પ્રેશર 65/55 સુધી ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને ગંભીર વર્ટિગો એટેક ગણાવ્યો હતો. તેનું કારણ વધુ પડતો તણાવ અને થાક હોવાનું જણાવાયું હતું. સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. ડૉક્ટરોએ 15 દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. તેના કારણે ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું. મૌલાના રઝવીએ મંદિર જવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો નુસરત ભરુચા ગયા વર્ષે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. તેણે મહાકાલનાં દર્શન કર્યા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. નુસરતે મંદિરની પોતાની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું, ‘જય શ્રી મહાકાલ.’ આ પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેના મંદિર જવા અને હિંદુ રીતરિવાજોનું પાલન કરવા પર કડક વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે તેને શરિયા કાયદા વિરુદ્ધ ગણાવીને ‘ગુનાહ-એ-અઝીમ’ (મોટું પાપ) કહ્યું હતું અને નુસરતને તૌબા (માફી) કરવા તથા કલમા પઢવાની સલાહ આપી હતી. મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી સુન્ની સૂફી સંગઠન ઑલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. નુસરત મુસ્લિમ બોહરા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે, તેણે જણાવ્યું હતું કે તેનો પરિવાર બાળપણથી જ તમામ ધર્મોનું સન્માન કરતો આવ્યો છે. નુસરત મુજબ, તે મંદિરો ઉપરાંત ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જતી રહે છે. તેણે વૈષ્ણો દેવી અને કેદારનાથનાં દર્શન પણ કર્યા છે. સાથે જ તે નમાજ પણ પઢે છે.
    Click here to Read More
    Previous Article
    Gandhinagar Municipal Election Result: गांधीनगर में बीजेपी की बंपर जीत।Gujarat civic Polls।Amit Shah
    Next Article
    મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સેવાકાર્યો કર્યા:જરૂરિયાતમંદોને ખીર-પુરી, ચપ્પલ અને વૃદ્ધોને શીરો ખવડાવી ખુશી વહેંચી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment