Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:શ્રી ચોપ્યન એકડા જૈન સમાજે ન્યુ વાસણામાં રાસ ગરબાનું આયોજન , પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

    1 day ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે. શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારેશ્રી ચોપ્યન એકડા જૈન સમાજ દ્વારા ન્યુ વાસણામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ન્યુ વાસણા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૈભવ લક્ષ્મી રો હાઉસમાં બીજા નોરતે માતાજીની આરતી, ગરબા, પાલ ખાતે સોસાયટીના સભ્યો, મહિલા અને બાળકોએ ભક્તિભાવથી ઉજવણી કરી
    Next Article
    ટપકતી છતવાળા કાચા મકાનની જગ્યાએ 30 લાખનો આલિશાન બંગલો:ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 3BHKનું બાંધકામ શરૂ કર્યું, આવું બનશે નવું ઘર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment