Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટપકતી છતવાળા કાચા મકાનની જગ્યાએ 30 લાખનો આલિશાન બંગલો:ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 3BHKનું બાંધકામ શરૂ કર્યું, આવું બનશે નવું ઘર

    1 day ago

    વાવ-થરાદ જિલ્લાના સુઈગામના જાણીતા કોમેડી કન્ટેન્ટ ક્રિએટર ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ તેમના પરિવારને મદદ કરવા માટે લોકસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આગળ આવ્યા હતા. ચંદનના નિધન બાદ ખજૂરભાઈએ તેમના પરિવારને પાકું ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું. હવે આ વચન પૂરું કરવાની દિશામાં કામગીરી તેજ થઈ છે. ચંદનના પરિવાર માટે અંદાજે ₹30 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આલિશાન બંગલો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા મકાનની ડિઝાઇન અને 3D એલિવેશન પ્લાન સામે આવતાં સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા થઈ રહી છે. જૂના વ્લોગમાં ચંદને વ્યક્ત કરી હતી ઘરની દયનીય સ્થિતિ ચંદન રાઠોડે પોતાના એક જૂના વ્લોગમાં પરિવારના કાચા મકાનની સ્થિતિ દર્શાવી હતી. વીડિયોમાં તેણે દેશી નળિયાં, લાકડાના ટેકા અને પતરાંવાળી છત બતાવી હતી. ચોમાસા દરમિયાન ઘરની છતમાંથી પાણી ટપકતું હોવાની વાત કરતાં તેણે પોતાની આર્થિક પરિસ્થિતિ પણ વ્યક્ત કરી હતી. ચંદને લોકોને પોતાના વ્લોગને સપોર્ટ કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, જેથી તે પૂરતા પૈસા કમાઈને પોતાનું પાકું ઘર બનાવી શકે અને અન્ય 10 લોકોને પણ ઘર બનાવી આપવામાં મદદ કરી શકે. જોકે, ચંદનનું પોતાનું ઘર બનાવવાનું સપનું પૂરું થાય તે પહેલાં જ તેનું અકાળે અવસાન થયું હતું. તેના નિધન બાદ પરિવાર માટે પાકા ઘરની જરૂરિયાત અને ચંદનના અધૂરા સપનાને ધ્યાનમાં રાખીને ખજૂરભાઈએ મદદનો હાથ લંબાવ્યો હતો. ખજૂરભાઈએ વચન નિભાવ્યું, બંગલાની ડિઝાઇન તૈયાર ચંદનના પરિવારને આપેલું વચન પૂરું કરવા માટે ખજૂરભાઈએ નવા મકાનનો પ્લાન તૈયાર કરાવ્યો છે. સામે આવેલી ડિઝાઇન મુજબ, આ મકાન માત્ર પાકું ઘર નહીં, પરંતુ આધુનિક આર્કિટેક્ચર અને આકર્ષક બાહ્ય દેખાવ ધરાવતો બંગલો હશે. તેમાં સ્ટોન ક્લેડિંગ વર્ક, આકર્ષક લાઇટિંગ, વિશાળ પ્રવેશદ્વાર પાસેનો ઓટલો, ખુલ્લી જગ્યા અને ટેરેસ બાલ્કની જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરિવારને આરામદાયક રહેઠાણ મળી રહે તે માટે વિશાળ લિવિંગ રૂમ, હવા-ઉજાસવાળા બેડરૂમ્સ, ખુલ્લી ચોકડી અને બાથરૂમની વ્યવસ્થા પણ પ્લાનમાં દર્શાવવામાં આવી છે. ઘરની બહાર ગાર્ડનિંગ માટે જગ્યા રાખવાનું પણ આયોજન છે. આવો બનશે ગુજ્જુ લવગુરુના પરિવારનો 30 લાખનો આલિશાન બંગલો સામે આવેલા પ્લાન પ્રમાણે, મકાનની અંદરની રચના અને રૂમની ગોઠવણી પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બંગલાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. વિશાળ ઓટલો અને લિવિંગ રૂમ મકાનના પ્રવેશદ્વાર પર 14 ફૂટ 9 ઇંચ × 10 ફૂટનો વિશાળ ઓટલો અથવા વરંડો રાખવામાં આવ્યો છે. અંદર 14 ફૂટ 9 ઇંચ × 17 ફૂટ 5 ઇંચ અને 14 ફૂટ 9 ઇંચ × 11 ફૂટના લિવિંગ રૂમની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. આ જગ્યા પરિવારના સભ્યો સાથે બેસવા અને મહેમાનોના સ્વાગત માટે ઉપયોગી બની રહેશે. મોટા બેડરૂમ્સની વ્યવસ્થા પરિવારના સભ્યોને પૂરતી જગ્યા મળી રહે તે માટે પ્લાનમાં 13 ફૂટ × 11 ફૂટ 6 ઇંચ, 12 ફૂટ × 12 ફૂટ 6 ઇંચ અને 14 ફૂટ 9 ઇંચ × 11 ફૂટના માપના રૂમ દર્શાવવામાં આવ્યા છે. આ રૂમની ગોઠવણીથી મકાનમાં રહેવાની સુવિધા વધુ આરામદાયક બનાવવાનું આયોજન છે. ખુલ્લી ચોકડી અને બાથરૂમ મકાનમાં 12 ફૂટ × 4 ફૂટની ખુલ્લી ચોકડી અને 8 ફૂટ × 5 ફૂટના બાથરૂમની વ્યવસ્થા રાખવામાં આવી છે. મકાનની અંદર હવા-ઉજાસ અને દૈનિક ઉપયોગની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ જગ્યાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોન ક્લેડિંગ, ટેરેસ અને ગાર્ડનિંગ બંગલાના બાહ્ય દેખાવને આધુનિક બનાવવા માટે સ્ટોન ક્લેડિંગ વર્ક અને વોર્મ લાઇટિંગનો ઉપયોગ કરવાની ડિઝાઇનમાં જોગવાઈ છે. આ ઉપરાંત, રૂફટોપ ટેરેસ, ટેરેસ બાલ્કની અને બહાર ગાર્ડનિંગ માટેની જગ્યા પણ દર્શાવવામાં આવી છે. આશરે 32 ફૂટ 6 ઇંચ × 44 ફૂટ 9 ઇંચના વિસ્તારમાં મકાનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્લાનમાં દર્શાવાયું છે. ચંદનનું અધૂરું સપનું પૂરું કરવા ખજૂરભાઈનો પ્રયાસ ચંદન રાઠોડના પરિવાર માટે તૈયાર થઈ રહેલા આ મકાનને લઈને સ્થાનિક પંથકમાં અને સોશિયલ મીડિયા પર ખજૂરભાઈના સેવાકાર્યની પ્રશંસા થઈ રહી છે. એક સમયે ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદ કરનાર ચંદન પોતાના પરિવાર માટે પાકું ઘર બનાવવાનું સપનું જોતો હતો. હવે તેના અવસાન બાદ આ સપનું પૂરું કરવાની જવાબદારી ખજૂરભાઈએ ઉપાડી છે. ચંદન આજે પરિવારની સાથે નથી, પરંતુ તેના પરિવારને સુરક્ષિત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે કરવામાં આવી રહેલો આ પ્રયાસ તેના અધૂરા સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે. હવે પરિવારને નવા ઘરમાં રહેવા મળવાની આશા સાથે આ બંગલાના બાંધકામ અને તેની પ્રગતિ પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:શ્રી ચોપ્યન એકડા જૈન સમાજે ન્યુ વાસણામાં રાસ ગરબાનું આયોજન , પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
    Next Article
    "Never Went Searching For The Fruit": R Ashwin On India Star Ahead Of New Zealand Tour

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment