Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ફૂટબોલ જેવી ડિવિઝન સિસ્ટમ હોવી જોઈએ- ગાવસ્કર:કહ્યું- રણજીમાં પણ પ્લેટ અને એલિટ ટીમના રેકોર્ડ અલગ હોવા જોઈએ

    3 days ago

    દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફૂટબોલ જેવી ડિવિઝન સિસ્ટમ લાગુ કરવાની માગ કરી છે. ગાવસ્કરે કહ્યું- ‘અલગ-અલગ સ્તરની ટીમની મેચના રેકોર્ડને એકસમાન માનવા જોઈએ નહીં.’ હકીકતમાં, 9 ઓક્ટોબરે મંગોલિયા T20 વર્લ્ડ કપ સબ-રીજનલ એશિયા ક્વૉલિફાયર-Aમાં થાઇલેન્ડ સામે 196 રનને ચેઝ કરતાં 13 રન પર સમેટાઈ ગયું હતું. આ અંગે ગાવસ્કરે મિડ-ડેમાં કૉલમ લખ્યું. ગાવસ્કરે કૉલમમાં 2 ઉદાહરણો આપ્યાં ગાવસ્કરે શું-શું લખ્યું, વાંચો… ફૂટબોલની જેમ પ્રમોટ અને રેલિગેટ કરવાનો સૂચન આપ્યું ગાવસ્કરે ફૂટબોલ લીગનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં અલગ-અલગ ડિવિઝન હોય છે. સીઝનના અંતે ટીમોનું પ્રમોશન અને રેલિગેશન થાય છે. તેમણે લખ્યું, ‘જે પણ રેકોર્ડ બને છે, તેમના વિશે જણાવવામાં આવે છે કે તે કયા ડિવિઝનમાં બન્યા છે.’ તેમણે કહ્યું કે ટીમ જે ડિવિઝનમાં રમી રહી હોય, તેના આધારે રેકોર્ડનો તફાવત બધાને સ્પષ્ટ દેખાવો જોઈએ. રણજી ટ્રોફીમાં પણ અલગ રેકોર્ડની વાત ગાવસ્કરે રણજી ટ્રોફીના રેકોર્ડને લઈને પણ આવી જ વ્યવસ્થા પર વિચાર કરવા કહ્યું. તેમણે કહ્યું કે પ્લેટ ગ્રુપમાં બનેલા રેકોર્ડ મજબૂત વિરોધી ટીમ સામે બનેલા રેકોર્ડથી આગળ ન નીકળવા જોઈએ. તેમણે લખ્યું, ‘મોટાભાગની નવી રાજ્ય ટીમ પાસે મૂળભૂત માળખું પણ નહોતું. તેથી તેમણે અન્ય રાજ્યોના એવા ખેલાડીઓને સામેલ કર્યા, જેમને પોતાની ઘરેલુ રાજ્ય ટીમમાં સ્થાન મળી શક્યું નહોતું.’
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ શ્રીધરની ચેતવણી:ન્યૂઝીલેન્ડની ઠંડી અને પવનને કારણે ફિલ્ડિંગ મુશ્કેલ બનશે, 22 ઓક્ટોબરથી સિરીઝ
    Next Article
    ઓસ્ટ્રેલિયાના બેટર સ્મિથના માથાની ઈજાની ફરી તપાસ કરવામાં આવશે:ડરબન ટેસ્ટના ચોથા દિવસે બાઉન્સર વાગ્યો હતો, મેદાન પર ઉતર્યો નહોતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment