Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુદર્શન ગોલ્ડ પરિવારે શિસ્તબદ્ધ ગરબા મહોત્સવ યોજ્યો, ખેલૈયાઓ ડિજેના તાલે ઝૂમ્યા અને ભક્તિભાવથી મા જગદંબાની આરાધના કરી

    3 days ago

    નવરાત્રિ પર્વના બીજા નોરતે સુદર્શન ગોલ્ડ પરિવારે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કર્યું. આ પ્રસંગે મા જગદંબાની આરાધના કરવામાં આવી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ સંગીતના તાલે ભક્તિભાવ સાથે ગરબા રમ્યા. વિશાળ ગ્રાઉન્ડ પર યોજાયેલા આ ગરબામાં રોશનીની ભવ્ય સજાવટ અને સંગીતનો સુમેળ હતો. નાના બાળકોથી લઈને વયસ્કો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ આયોજનમાં ભક્તિ, ભવ્યતા અને શિસ્તનો સમન્વય જોવા મળ્યો. સુદર્શન ગોલ્ડના આગેવાનોએ જણાવ્યું કે, આજના યુગમાં ગરબા માત્ર મોજ-મસ્તી પૂરતા સીમિત રહી ગયા છે. ત્યારે તેઓ બાળકોને સંસ્કાર અને સુરક્ષિત વાતાવરણમાં ભક્તિની અનુભૂતિ કરાવવાનું મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. આવા આયોજનથી પરંપરાગત મૂલ્યોનું સંવર્ધન થાય છે. સાથે જ સમાજમાં શિસ્તભર્યો અને સંસ્કારયુક્ત સંદેશ પણ ફેલાય છે. સુદર્શન ગોલ્ડ દ્વારા નવદુર્ગાનું આ પાવન પર્વ આધુનિક છતાં પવિત્ર રૂપમાં ઉજવાયું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સિયેટલ પાર્કમાં ફૂલોના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર, સોલાના રહેવાસીઓ પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરી
    Next Article
    હળવદના ચંદ્રગઢ ગામે 27 વર્ષીય યુવાનની હત્યા:વાડીએ ખાટલા પાસેથી મળ્યો મૃતદેહ, એકના એક પુત્રની હત્યાથી પરિવારમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment