Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના ચંદ્રગઢ ગામે યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા:ડીવાયએસપી, એલસીબી અને હળવદ પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો, અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ

    13 hours ago

    મોરબીના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે એક યુવાનની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સે યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચંદ્રગઢ ગામના ૨૭ વર્ષીય અનિલ રામજીભાઈ જાદવ મોડી સાંજ સુધી વાડીએથી ઘરે પાછા ફર્યા ન હતા. પરિવારજનો તેમને શોધવા વાડીએ પહોંચ્યા ત્યારે અનિલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી અને હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની પોલીસ ટીમ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા અને હત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, વોર્ડ નં-7માં નગીન નાડીયાની જીત:1, 3, 5, 9માં પેનલ જીતી; જુઓ જીતેલા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    ગઢડાના ઢસા-માંડવા પાસે બોલેરો-આઈસર ટ્રક અથડાયા:એક વ્યક્તિને ગંભીર ઈજા, મોડી રાત્રે સર્જાયો અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment