Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપામાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ:પરિવર્તન કે પુનરાવર્તન વચ્ચે ત્રિપાંખીયા જંગથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસના જીતના દાવા

    4 days ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર-15ની કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાગ્ય સીલ કર્યા છે. મેયરના ગઢમાં મતદારોના ભારે નિરુત્સાહથી ચિંતા વધી! આ ત્રિપાંખીયા રાજકીય સંગ્રામમાં વિવિધ વોર્ડની વોટિંગ પેટર્ને તમામ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. મનપાના રાજકીય ઇતિહાસમાં જે વોર્ડ નંબર 5ને મેયરનો ગઢ માનવામાં આવે છે. ત્યાં આ વખતે મતદારોનો ભારે નિરુત્સાહ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં મહેન્દ્રસિંહ રાણા, 2015માં હંસાબેન મોદી, 2016માં પ્રવીણ પટેલ અને 2019માં રીટાબેન પટેલ જેવા પ્રમુખ નેતાઓ આ જ વિસ્તારમાંથી વિજેતા બની મેયરપદે પહોંચ્યા હતા. પરંતુ આ હાઇપ્રોફાઇલ વોર્ડ નંબર 5માં આ વખતે સૌથી ઓછું માત્ર 48.63 ટકા મતદાન થતાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયના સમીકરણો ગૂંચવાયા છે. અહીં 13,040 મતદારોમાંથી માત્ર 6342 લોકોએ જ વોટ આપ્યો છે, જેમાં મહિલા મતદાન ઘટીને 45.44 ટકા રહેતાં પરિણામ કોની તરફ નમશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. (મતદાન દિવસની અપડેટ અહિં ક્લિક કરીને જાણો) 2021માં ભાજપને 41 બેઠક પર જીત મળી હતી
    Click here to Read More
    Previous Article
    SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની સુપ્રીમમાં ગયેલા વિપક્ષની મુશ્કેલીઓ વધી:રજિસ્ટ્રીએ અરજીમાં 14 ગંભીર ખામીઓ દર્શાવી, ID કાર્ડથી લઈને કોર્ટ ફી સુધીની ભૂલો પકડાઈ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી, મહેમાનોનું સન્માન, STG ગ્રુપે નાસ્તાનું સ્પોન્સર કર્યું, ગ્રીન નવરાત્રીનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment