Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:માં અંબાનું આગમન, ગરબા શરૂ, લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

    2 days ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે.શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારેમાં અંબાના આગમન સાથે ગરબાની શરૂઆત થઈ છે. આ અવસર પર લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં આંધીનું એલર્ટ, યુપીમાં ગંગા ઉફાન પર:ઘર ડૂબ્યાં; ઉત્તરાખંડમાં હિમવર્ષા; હિમાચલમાં આગામી 3 દિવસ વરસાદ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચિડ એક્ઝોટીકા માં ગ્રીન કલર કોડ સાથે ગરબા, નવરાત્રિના બીજા દિવસે સભ્યોએ માતાજીના ડાકલા સાથે ઉત્સવ ઉજવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment