Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનો આરોપ- રાહુલે મહિલા પત્રકારને ધક્કો માર્યો:માર્ચમાં સામેલ કાર્યકર્તાને પણ કોણી મારી, તેમનું વર્તન લોકશાહી માટે ખતરનાક

    21 hours ago

    BJPએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેમણે વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલી મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરી. એટલું જ નહીં, તેમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાને પણ કોણી મારી અને કર્ણાટકના CM ડીકે શિવકુમારને પણ ધક્કો માર્યો. BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ પત્રકારને કોણી મારી અને ખભાથી પકડીને ખેંચી. આથી તેઓ જમીન પર પડી ગયાં અને ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. BJP દિલ્હીના ઉપાધ્યક્ષ રાજેશ ભાટિયાએ જણાવ્યું કે પત્રકારની બહેને તેમને ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેઓ BJPના ધારાસભ્ય ઉમંગ બજાજ અને સ્થાનિક નેતા પ્રતીક શર્મા સાથે હોસ્પિટલ પહોંચ્યા. રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ 12 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. આ ઘટનાઓ આ દરમિયાન બની હતી. ત્રણેય ઘટનાઓની તસવીરો… ત્રીજી તસવીર સુપ્રીમ કોર્ટની બહારની છે, જ્યાં રાહુલ એક મહિલાનો ખભો પકડીને તેને હટાવતા દેખાઈ રહ્યા છે. BJP પ્રવક્તાએ કહ્યું- રાહુલના મનમાં દેશના લોકતંત્ર અને મહિલાઓ માટે નફરત પ્રદીપ ભંડારીએ મીડિયાને કહ્યું, “તમે સૌએ વીડિયો જોયો છે. રાહુલ ગાંધીએ એક મહિલા પત્રકારને કોણીથી ધક્કો માર્યો અને પકડીને પાડી દીધી.” તેમણે દાવો કર્યો કે પત્રકારની હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી. પત્રકાર રાહુલ ગાંધીને કોઈ સવાલ પણ પૂછી રહી નહોતી. તેઓ માત્ર વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહી હતી. ભંડારીએ આગળ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો કોઈ કાર્યકર મદદ માટે આગળ આવ્યો નહોતો. તેના બદલે, કેટલાક લોકોએ તેના પર જ સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. સોમવારે બનેલી આ ઘટનાઓથી સાબિત થાય છે કે રાહુલ ગાંધીના મનમાં દેશના લોકતંત્ર અને મહિલાઓ માટે નફરત ભરેલી છે. બહેનની જાણકારી મળતાં હોસ્પિટલ પહોંચ્યા BJP નેતા દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ રાજેશ ભાટિયાએ જણાવ્યું, “રાત્રે લગભગ 8 કે 8:30 વાગ્યે રાજેન્દ્ર નગરમાં કાર્યાલય પાસે એક યુવતી મારી પાસે આવી. તેણે જણાવ્યું કે તેની બહેન પત્રકાર છે અને રાહુલ ગાંધીએ તેને ધક્કો માર્યો છે.” તેમણે કહ્યું કે પત્રકાર ગર્ભવતી હતી, તેને ઈજા થઈ હતી અને તેને સારવારની જરૂર હતી. પત્રકારની બહેને BJP નેતાઓ પાસેથી મદદ માંગી હતી. BJP ધારાસભ્ય ઉમંગ બજાજે રાહુલ ગાંધીના વર્તનની ટીકા કરી. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિનું કામ પત્રકારોના સવાલોના જવાબ આપવાનું છે, ન કે ધક્કામુક્કી કરીને તેમને જમીન પર પાડી દેવાનું. બજાજે વધુમાં કહ્યું, “આજે રાહુલ ગાંધીના કાર્યોએ મહિલાઓના સન્માનને લઈને તેમના પોતાના નિવેદનોને ખોટા સાબિત કર્યા છે. યુવાનોને સમજવું જોઈએ કે માત્ર શબ્દોનું કોઈ મહત્વ હોતું નથી. સાચું મહત્વ કામનું હોય છે.”
    Click here to Read More
    Previous Article
    Stock Picks Today: HCLTech, RBL Bank, ICICI Pru AMC, UPL, And More On Brokerages' Radar
    Next Article
    ગાંધીનગર મનપા ચૂંટણીનું આજે રિઝલ્ટ:સેક્ટર-15 સ્થિત કોલેજમાં મતગણતરી, પરિવર્તન કે પુનરાવર્તન વચ્ચે ત્રિપાંખીયા જંગથી રાજકીય ગરમાવો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment