Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળા ક્રમાંક-૩૧૬માં પ્રથમ સત્રની સ્પર્ધામાં વિજેતા બાળકોનું સન્માન:ભૂતપૂર્વ શિક્ષિકાના પરિવારના અનુદાનથી ઇનામો અપાયા, વાલીઓ પણ હાજર રહ્યા

    7 hours ago

    સુરતની શાળા ક્રમાંક-૩૧૬માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ સત્રમાં સ્પર્ધામાં વિજેતા બાળકોનું સન્માન કરાયું. આ માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત મહેમાનો અને દાતાઓના હસ્તે દીપ પ્રગટાવીને થઈ. આચાર્ય ઘનશ્યામભાઈ કણકોટિયાએ મહેમાનોનું સ્વાગત કર્યું. શાળા પરિવારે તેમને પુસ્તક આપી આવકાર્યા. પ્રથમ સત્રમાં ગુરુજનોના માર્ગદર્શનથી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર બાળકોને ભેટ આપી સન્માનિત કરાયા. આ ઇનામો શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા સ્વ. કુસુમબેન રતિલાલભાઈ પરમારની યાદમાં તેમના પરિવારે આપ્યા હતા. આ પ્રસંગે દાતા ઉત્તમભાઈ કંથારિયા, નરેશભાઈ ગોહિલ, શાળા સમિતિના સભ્યો, વાલીઓ, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા. બાળકો ઇનામો મેળવી ખુશ હતા. ઇનામની વ્યવસ્થા નીતાબેન પટેલ અને મનીષાબેન પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શિરીષકુમાર એન. પટેલે કર્યું. અંતે આચાર્યએ સૌનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    દમણ પોલીસે 24 કલાકમાં 97.45 લાખનો દારૂ-વાહન જપ્ત કર્યા:59.70 લાખનો વિદેશી દારૂ પકડાયો, 4 આરોપી પકડાયા; ટેમ્પોની ટક્કરથી 2 પોલીસકર્મી ઘાયલ
    Next Article
    ખેલ મહાકુંભ સ્કેટિંગમાં હિતાંશસિંહ રાઠોડે બે ગોલ્ડ મેડલ જીત્યા:અંડર 11 કેટેગરીમાં 500 અને 1000 મીટર રેસમાં કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment