Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ પોલીસે 24 કલાકમાં 97.45 લાખનો દારૂ-વાહન જપ્ત કર્યા:59.70 લાખનો વિદેશી દારૂ પકડાયો, 4 આરોપી પકડાયા; ટેમ્પોની ટક્કરથી 2 પોલીસકર્મી ઘાયલ

    7 hours ago

    દમણ પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી. 10 ઓક્ટોબરે 24 કલાકમાં પાંચ કેસમાં 97.45 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. આમાં 59.70 લાખનો વિદેશી દારૂ અને 37.75 લાખના વાહનોનો સમાવેશ છે. ચાર આરોપીઓની ધરપકડ પણ કરાઈ. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કેતન બંસલે જણાવ્યું કે દારૂની હેરાફેરી સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે. ડાભેલ પોલીસે સોમનાથની હોટેલ મેટ્રો ઇન નજીક ટાટા ટેમ્પો રોકવાનો પ્રયાસ કર્યો. ટેમ્પોચાલકે પોલીસ વાહનને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કરતા બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે પીછો કરી કુંતા રોડ પરથી ટેમ્પો પકડ્યો, જેમાં 8.60 લાખનો દારૂ મળ્યો. વાપીના અર્જુન શ્રીનિવાસ પટેલ, ઉદવાડાના અભય ભરત પટેલ, દમણના સુરેશ અશોક પટેલ અને કૃપેશ ઉર્ફે વિપુલ પટેલની ધરપકડ કરાઈ હતી. કચીગામ પોલીસે રિંગણવાડાની બંધ વિજય પ્લાસ્ટો કંપનીમાંથી 45.12 લાખનો 1,312 બોક્સ (42,179 બોટલ) દારૂ જપ્ત કર્યો હતો. કરૈયા પોલીસે ભીમપોર સ્કૂલ પાછળ પાર્ક કરેલી ક્રેટા, જીપ કંપાસ, સ્વિફ્ટ કારમાંથી 5.03 લાખનો 129 બોક્સ દારૂ પકડ્યો. નાની દમણના દિલીપ નગર અને મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ નજીકથી પણ દારૂ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દુબઈમાં રાશિદ ખાનના ઘરે અફઘાની દાવત, VIDEO:મહેમાન બની પહોંચેલા ઈરફાન-યુસુફ માટે ખુદ થાળી પીરસી, પઠાણ બ્રધર્સે કહ્યું- "મારા ભાઈ રાશિદ, હજી સ્વાદ ભુલાતો નથી..."
    Next Article
    શાળા ક્રમાંક-૩૧૬માં પ્રથમ સત્રની સ્પર્ધામાં વિજેતા બાળકોનું સન્માન:ભૂતપૂર્વ શિક્ષિકાના પરિવારના અનુદાનથી ઇનામો અપાયા, વાલીઓ પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment