Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાન્સજેન્ડરની અરજીના કારણે પોલીસ ભરતીમાં એક જગ્યા ખાલી રાખવા આદેશ:ભરતીમાં થર્ડ જેન્ડર માટે અલગ કેટેગરી ન હોય મામલો હાઈકોર્ટમાં

    21 hours ago

    ગુજરાત હાઇકોર્ટે ભાવનગરથી એક ટ્રાન્સજેન્ડર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હુકમ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જેન્ડર તરીકે ઓળખ આપવામાં આવી છે અને સરકારી નોકરીઓ તેમજ શિક્ષણમાં તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ગણી અનામત અને અન્ય હકો આપવાનો આદેશ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની ક્લાસ 3 ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી કે ખાસ ધોરણો રાખવામાં આવ્યા નથી. કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો કે, આ અરજીની આખરી સુનાવણી પેન્ડિંગ છે ત્યાં સુધી, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં એક જગ્યા ખાલી રાખવી. આ કેસની આગામી સુનાવણી 5 જાન્યુઆરી, 2027ના રોજ મુકરર કરવામાં આવી છે અને સામવાળાઓને તે પહેલાં તેમનો જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. પોલીસ ભરતીના ફોર્મમાં થર્ડ જેન્ડરની કેટેગરીનો અભાવ મૂળ ભાવનગરના 35 વર્ષીય અરજદારના આધાર કાર્ડમાં તેમની ઓળખ મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. જો કે તેમણે ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ, 2019 ના નિયમ હેઠળ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા જારી કરાયેલું ઓળખનું પ્રમાણપત્ર મેળવેલું છે. આ અરજીમાં અરજદારે જણાવ્યું છે કે તેમણે ગુજરાત પોલીસની ચાલુ ભરતી પ્રક્રિયા દરમિયાન બિનહથિયારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરી હતી. પોતે ત્રીજી જાતિથી હોવાથી અને ફોર્મમાં માત્ર પુરુષ અને મહિલા કેટેગરી જ ઉપલબ્ધ હોવાથી, તેમણે અરજી કરતી વખતે DGP ઑફિસમાં પૂછપરછ કરી હતી કે તેમણે કઈ કેટેગરીમાં અરજી કરવી જોઈએ. ત્યારે તેમને આધાર કાર્ડમાં જણાવ્યા મુજબની જાતિની કેટેગરીમાં અરજી કરવાની સલાહ આપવામાં આવી હતી. તદનુસાર તેમણે મહિલા કેટેગરીમાં અરજી કરી હતી. તેમણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પાસ કરી લીધી હતી. લેખિત પરીક્ષામાં તેમને 94 માર્ક્સ મળ્યા હતા, જ્યારે SEBC મહિલા કેટેગરીનું કટ-ઓફ મેરિટ 98.5 માર્ક્સ હતું. 11 જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમણે સત્તાધીશોને રજૂઆત કરી હતી કે તેમની ઉમેદવારીને પુરુષ કે મહિલા કેટેગરીને બદલે ત્રીજી જાતિની કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવે. તેમને કોઈ જવાબ ન મળતાં તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. બંધારણીય રીતે યોગ્ય કટ-ઓફ કે પસંદગીના માપદંડ લાગુ કરવા માગ અરજીમાં સત્તાધીશોને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ અને બંધારણીય રીતે યોગ્ય કટ-ઓફ કે પસંદગીના માપદંડો લાગુ કરીને ઉમેદવારી પર વિચાર કરવા માંગ કરી છે. જેથી ભરતી પ્રક્રિયામાં અરજદારને સમાન તક મળે અને NALSA કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનો અમલ કરવા આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજદારે રજૂઆત કરી હતી કે તેઓ ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી આવે છે અને વર્તમાન ભરતી પ્રક્રિયામાં માત્ર પુરુષ અને મહિલા પૃષ્ઠભૂમિના ઉમેદવારો માટે જ જોગવાઈ કરવામાં આવી છે. જે ભારતના બંધારણના અનુચ્છેદ 14 નો ભંગ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અરજદારે અન્ય ઉમેદવારોની સરખામણીમાં ઉછેર દરમિયાન સામાજિક કલંક અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેના માટે ભરતી પ્રક્રિયામાં વિશેષ અનામત અને ક્વોટાની જરૂરિયાત છે. તેથી, આ ભરતી પ્રક્રિયામાં ત્રીજી કેટેગરીનો સમાવેશ ન કરવો એ અરજદારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.અરજદારે ત્રીજી જાતિના ઉમેદવારો માટે અલગ કટ-ઓફ મેરિટ જાહેર ન કરીને સત્તાધીશો દ્વારા જાતિના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના વકીલે આ અંગે અન્ય રાજ્યોના દાખલાઓ પણ ટાંક્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CEC પછી વિપક્ષનો CJI પર ટાર્ગેટ લોક:રાહુલની શિવ કી બારાત લાવશે રાજકીય ભૂકંપ, જ્યારે ભાજપે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલો, હવે શું થશે?
    Next Article
    પોરબંદરમાં ફૂડ વિભાગે ત્રણ સ્થળોએ દંડ ફટકાર્યો:નવયુગ સ્કૂલ પાસે ચાઈનીઝ, ગાંઠિયા અને સાઉથ ઇન્ડિયન રેકડી પર કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment