Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હાય રે પપ્પુ હાય હાય, રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી':સુરત કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ મહિલાએ સૂત્રોચ્ચાર કર્યા, પોલીસ સાથે ઘર્ષણ થતાં કાર્યકર્તાઓની અટકાયત

    8 hours ago

    સુરતના મક્કાઈપુલ વિસ્તારમાં આજે(12 ઓક્ટોબર) રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજીને ધરણા કર્યા હતા. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના વળતા જવાબરૂપે ભાજપ મેદાનમાં આવ્યું હતું. 'હાય રે પપ્પુ હાય હાય, રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી' આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતી મોરચો લઈને મક્કાઈપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ગઈ હતી. ભાજપની મહિલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા "હાય રે કોંગ્રેસ હાય હાય", "હાય રે પપ્પુ હાય હાય" તેમજ "રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી" જેવા ઉગ્ર સૂત્રો પોકારી સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો. સમગ્ર પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું સ્થિતિ તંગ બનવાની આશંકાને પગલે પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો અને કોંગ્રેસ કાર્યાલયની સુરક્ષા વધારીને સમગ્ર પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ભાજપની મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પોલીસે તેમને બેરિકેડ્સ લગાવી અટકાવી હતી. આ દરમિયાન કાર્યાલયની બહાર ઊભેલી ભાજપની મહિલાઓ અને કાર્યાલયની અંદર રહેલા કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે ભારે સૂત્રોચ્ચાર સાથે શાબ્દિક ટકરાવ જોવા મળ્યો હતો. પોલીસ અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ વણસતી જોઈ પોલીસે વિરોધ કરી રહેલી તમામ ભાજપ મહિલા કાર્યકર્તાઓને ડીટેઇન કરી પોલીસ વાનમાં બેસાડી દીધી હતી. વિરોધ પ્રદર્શન અને કાર્યકરોની અટકાયત બાદ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાને T-20માં પોતાનો બીજો સૌથી મોટો સ્કોર બનાવીને જીત મેળવી:શ્રીલંકાને 82 રનથી હરાવ્યું, સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી
    Next Article
    જગદીશ ત્રિવેદીના જન્મદિને અનોખી સેવા ઉજવણી:સુરેન્દ્રનગરમાં 59 બોટલ રક્તદાન અને ટ્રાયસિકલ ભેટ સાથે સેવાનું સરવૈયું રજૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment