Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગદીશ ત્રિવેદીના જન્મદિને અનોખી સેવા ઉજવણી:સુરેન્દ્રનગરમાં 59 બોટલ રક્તદાન અને ટ્રાયસિકલ ભેટ સાથે સેવાનું સરવૈયું રજૂ

    7 hours ago

    ગુજરાતના ગૌરવ સમાન જાણીતા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી 2017થી દર વર્ષે 12 ઓક્ટોબરે પોતાના જન્મદિવસને "સેવા દિવસ" તરીકે મનાવે છે. છેલ્લા 9 વર્ષથી તેમના જીવનનો પ્રત્યેક દિવસ સેવામય બની રહ્યો છે અને જરૂરિયાતમંદોની નાની-મોટી મદદ કર્યા વિનાનો એકપણ દિવસ ગયો નથી. આ વર્ષે તેમના જન્મદિવસની સી યુ શાહ મેડીકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા અત્યંત અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રૂ. 5 લાખનું દાન, 59 બોટલ રક્તદાન આ વિશેષ પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદીએ હોસ્પિટલને રૂ. 5 લાખનું આર્થિક દાન અર્પણ કર્યું હતું. તેઓ જીવનના 59 વર્ષ પૂરા કરી રહ્યા હોવાથી તેમના મિત્રો અને ચાહકોએ સ્વૈચ્છિક રીતે 59 બોટલ રક્તદાન કરીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, આજના શુભ દિવસે એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ ભેટ આપીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. "સેવાનું સરવૈયું વર્ષ - 9" અહેવાલનું વિમોચન કાર્યક્રમ દરમિયાન ડો. જગદીશ ત્રિવેદી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી તમામ સેવાકીય પ્રવૃત્તિઓનો વિગતવાર હિસાબ આપતા "સેવાનું સરવૈયું વર્ષ - 9" પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ તબીબ ડો. પી. સી. શાહ, રાજકોટ રેન્જના આઈજી ડો. ગિરીશ પંડ્યા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા, ભૂતપૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી તથા હોસ્પિટલના સેક્રેટરી અજયભાઈ દોશી અને સી યુ શાહ મેડીકલ કોલેજના ડાયરેક્ટર ડો. શ્યામ શાહ સહિત શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ દેવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. અભિમાન વિના આજીવન સેવાયજ્ઞ ચાલુ રાખવાનો સંકલ્પ આ પ્રસંગે પોતાના ભાવ વ્યક્ત કરતા ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઈશ્વરની કૃપા અને આપ સૌની શુભકામનાઓથી આ સેવાયજ્ઞ આજીવન ચાલતો રહે તેવી પ્રાર્થના છે. તેમણે ઉપસ્થિત તમામ અગ્રણીઓ પાસે આશીર્વાદ માંગ્યા હતા કે આટલી મોટી સેવા કરવા છતાં પણ તેમના મનમાં રજમાત્ર પણ અહંકાર કે અભિમાન ન આવે અને તેઓ નિરંતર માનવસેવામાં કાર્યરત રહે.
    Click here to Read More
    Previous Article
    'હાય રે પપ્પુ હાય હાય, રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી':સુરત કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ મહિલાએ સૂત્રોચ્ચાર કર્યા, પોલીસ સાથે ઘર્ષણ થતાં કાર્યકર્તાઓની અટકાયત
    Next Article
    Rahul Gandhi के Protest में कौन-कौन आया साथ? Neha Bora, Yogendra Yadav, Priyanka Gandhi | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment