Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના છાણી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી:પોલીસે બંને શખ્સોનો માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો, બે શખ્સોની અટકાયત

    10 hours ago

    વડોદરાના છાણી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી અને બોલાચાલી થયાની ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે થયેલી ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને પગલે છાણી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદના આધારે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા તે દરમિયાન એક ભારવાહક વાહનના ચાલક અને તેની સાથે આવેલા શખ્સો સાથે વાહનના દસ્તાવેજો તથા પરમિશન અંગે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, પોલીસે બંને શખ્સોનો માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ કોંગ્રેસે લોકતંત્ર બચાવો અભિયાન માટે પદયાત્રા યોજી:ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા, જવાબદારોને હટાવવાની માંગ કરી
    Next Article
    2026 અર્થશાસ્ત્રનું નોબેલ બે અમેરિકન અર્થશાસ્ત્રીઓને મળ્યું:રોબર્ટ હોલ અને માઈકલ વુડફોર્ડે મંદીનો સામનો કરવા માટેના મોડલ વિકસાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment