Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ કોંગ્રેસે લોકતંત્ર બચાવો અભિયાન માટે પદયાત્રા યોજી:ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા, જવાબદારોને હટાવવાની માંગ કરી

    9 hours ago

    પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ‘લોકતંત્ર બચાવો અભિયાન’ હેઠળ પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા ગોધરામાં કાઢવામાં આવી હતી. દેશમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા સામે ઉભા થયેલા સવાલોના વિરોધમાં આ પદયાત્રા કરાઈ હતી. કોંગ્રેસે લોકશાહી સંસ્થાઓની જવાબદારી અને પુખ્ત મતાધિકારના અધિકારની પવિત્રતા જાળવવાની માંગ કરી હતી. પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી શરૂ થઈ હતી. તે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસેથી પસાર થઈ હતી અને અંતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    JNUમાં જાતીય સતામણી: કોંગ્રેસના મૌન સામે ભાજપ મહિલા મોરચાનો વિરોધ:જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં, સાંસદને બરતરફ કરવાની માગ
    Next Article
    વડોદરાના છાણી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી:પોલીસે બંને શખ્સોનો માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો, બે શખ્સોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment