Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના કાળા ડુંગરમાં બે દુર્લભ સાપ એકસાથે જોવા મળ્યા:રજવાડી અને રેતિયા સાપની જોડી મળી, ગુજરાતમાં રેતિયા સાપની હાજરીનો સંભવતઃ બીજો કે ત્રીજો રેકોર્ડ નોંધાયો

    10 hours ago

    કચ્છડો બારેમાસ માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ વન્યજીવોની વિવિધતા માટે પણ જાણીતો છે. કચ્છના કાળા ડુંગર વિસ્તારમાંથી વર્ષો બાદ બે દુર્લભ સર્પ પ્રજાતિઓ એકસાથે જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓમાં રસ જાગ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, રજવાડી સાપ (Black-headed Royal Snake) અને રેતિયો સાપ (Afro-Asian Sand Snake) એક જ સ્થળે જોવા મળ્યા હતા. ખાસ કરીને રેતિયા સાપની ગુજરાતમાં હાજરીનો આ સંભવતઃ બીજો કે ત્રીજો રેકોર્ડ હોવાનું જણાવાયું છે. સપ્ટેમ્બર 2026માં કચ્છ પૂર્વ વન વિભાગની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સાંજે અંદાજે 7:30 વાગ્યે આ બંને દુર્લભ સાપ જોવા મળ્યા હતા. રજવાડી સાપ બિનઝેરી અને રેતિયો સાપ આંશિક ઝેરી વન વિભાગની યાદી મુજબ, રજવાડી સાપનું વૈજ્ઞાનિક નામ Spalerosophis atriceps છે. આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી છે. જ્યારે રેતિયા સાપનું વૈજ્ઞાનિક નામ Psammophis schokari છે. આ સાપ આંશિક ઝેરી છે, પરંતુ તેનું ઝેર મનુષ્ય માટે જીવલેણ નથી. તેની લંબાઈ આશરે 70 સેન્ટીમીટર નોંધાઈ હતી. ગુજરાતમાં રેતિયા સાપનો દુર્લભ રેકોર્ડ રેતિયો સાપ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આ પ્રજાતિનો સંભવતઃ બીજો કે ત્રીજો રેકોર્ડ છે. તજજ્ઞ અજય દેસાઈએ લખેલા પુસ્તક ‘સર્પ સંદર્ભ’ મુજબ, આ સાપનો પ્રથમ ફોટોગ્રાફિક રેકોર્ડ કચ્છના લોડાઈ ખાતે નોંધાયો હતો. કચ્છનું વાતાવરણ દુર્લભ જીવો માટે અનુકૂળ કચ્છનું અનોખું નિવસનતંત્ર, શુષ્ક વાતાવરણ અને ભૌગોલિક વિવિધતા અનેક પ્રકારના વન્યજીવોને આશ્રય આપે છે. કચ્છનો કાળો ડુંગર 462 મીટરની ઊંચાઈ ધરાવતું આ વિસ્તારનું સૌથી ઊંચું શિખર છે. અહીં એક જ સમયે બે દુર્લભ સર્પ પ્રજાતિઓ જોવા મળવી આ વિસ્તારની જૈવ વિવિધતા તરફ ધ્યાન દોરે છે. વન વિભાગ દ્વારા જાગૃતિના પ્રયાસો કચ્છ પૂર્વ વન વિભાગ દર વર્ષે 19 સપ્ટેમ્બરે ‘વિશ્વ સર્પદંશ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરે છે. આ પ્રસંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવા સાઇનબોર્ડ, વન્યજીવ જાગૃતિ કાર્યક્રમો, પ્રકૃતિ શિક્ષણ શિબિરો સહિતની પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. વન વિભાગે સ્થાનિક નાગરિકો અને કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તથા આવા દુર્લભ વન્યજીવોના સંરક્ષણમાં સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્ર PSC પેપર લીકની તપાસ માટે સમિતિ રચાઈ:તુકારામ મુંઢે સચિવ નિયુક્ત; ચેરમેન રજા પર ગયા, 10 દિવસ બાદ ઉમેદવારોનું પ્રદર્શન સમાપ્ત
    Next Article
    બોટાદમાં સુર સમતા કરાઓકે ક્લબનું આયોજન:કલાકારોએ જૂના ગીતો ગાયા, કાર્યક્રમ સુનિલ ગેસ ગોડાઉન ખાતે યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment