Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં બાયપાસના વિરોધમાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા:જમીન-મકાન ગુમાવવાના ડરે આવેદન આપ્યું, પશુઓ સાથે આંદોલનની ચીમકી

    8 hours ago

    પાલનપુરમાં સંભવિત બાયપાસ રોડના કામ સામે ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે. મેરવાડા, સેજલપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને બાયપાસ બનવાથી જમીન અને ઘર ગુમાવવાનો ડર છે. આથી, ખેડૂતો એકઠા થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસનું કામ અટકાવવાની માંગ કરી. જમીન સંપાદનથી ખેતીની જમીન અને રહેણાક મકાનો પર અસર થશે. વર્ષોથી ખેતી કરતા પરિવારો માટે જમીન ગુમાવવી ચિંતાજનક છે. તેમણે માંગ કરી કે બાયપાસને બદલે હાલના રસ્તાઓને પહોળા કરાય, જેથી ખેડૂતોને નુકસાન ન થાય અને વિકાસના નામે તેમને જમીન-ઘર ગુમાવવાની નોબત ન આવે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો બાયપાસનું કામ નહીં અટકે તો પશુઓ સાથે કલેક્ટર કચેરી ખાતે ધામા નાખી વિરોધ કરશે. આ મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ વધવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ:ખેડૂતોને રાહત અને પશુઓ માટે ઘાસચારો આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
    Next Article
    પાટણમાં નવરાત્રિનો પ્રારંભે ખેલૈયાઓમાં અદમ્ય ઉત્સાહ:પ્રથમ નોરતે પરંપરાગત પરિધાન સાથે ગરબા ગ્રાઉન્ડ છલકાયા, પાર્ટી પ્લોટોમાં મન મૂકીને ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment