Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસની પદયાત્રા:પૂતળું દહન કરવા જતાં પોલીસ સાથે ખેંચતાણ, પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવ્યો

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. મોતીપુરા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી પસાર થઈ બસ સ્ટેન્ડ થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી પહોંચી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આયોજન થયું હતું. જોકે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી ગેરહાજર રહ્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ જ્ઞાનેશકુમારનું પૂતળું દહન કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઈ, જેના કારણે પૂતળું વિખેરાઈ ગયું. ઘટના પછી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેમણે જ્ઞાનેશકુમારના પોસ્ટર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્ઞાનેશકુમારના સંયુક્ત પોસ્ટર સળગાવી રોષ વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન નહીં કરી શકાય:જંતર-મંતર હવે 'પ્રોટેસ્ટ સાઈટ'માંથી આઉટ, ગૃહ મંત્રાલયે ડિનોટિફાઈ કર્યું; આ 3 જગ્યાઓ પર જ આંદોલન થઈ શકશે
    Next Article
    સાવરકુંડલા-રાજુલા હાઈવે પર વીજપોલ પડ્યો, વાહનવ્યવહાર ખોરવાયો:હાઈવેના કામ દરમિયાન 108 સહિત વાહનો ફસાયા, અડધા કલાક બાદ રસ્તો ખુલ્લો કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment