Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 શખસો ખેડૂત પર ધોકા-પાઈપ લઈને તૂટી પડ્યા:ભંડારિયા ગામે દારૂની બાતમી આપ્યાની શંકાએ હુમલો, બાઇકમાં તોડફોડ કરી

    15 hours ago

    પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે શનિવારે સવારે વાડીએ કામ કરી રહેલા ૩૪ વર્ષીય ખેડૂત કનુભાઈ દેસાઈ પર ગામના જ ત્રણ શખસોએ દારૂના ધંધાની પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખી લાકડાના ધોકા અને સોટી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે જેસર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વાડીએ માલધોરનું કામ કરતી વખતે હુમલો મળેલી માહિતી મુજબ, ભંડારીયા ગામે રહેતા કનુભાઈ દોલુભાઈ દેસાઈ સવારના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે પોતાની વાડીએ માલઢોરનું કામ કરી રહ્યા હતા. તે સમયે ગામના જ વનરાજ લખુભાઈ કામળિયા, અનક દાદભાઈ કામળિયા અને રણજિત દાદભાઈ કામળિયા ત્યાં ધસી આવ્યા હતા. આ ત્રણેય શખસો દારૂનો ધંધો કરતા હોય, કનુભાઈ પોલીસને તેમની બાતમી આપે છે તેવી શંકા રાખીને તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. બાઇકમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી ઉશ્કેરાયેલા ત્રણેય શખસોએ લાકડાના ધોકા અને પ્લાસ્ટિકની સોટી વડે ખેડૂતને બેફામ માર માર્યો હતો, જેના કારણે કનુભાઈને હાથ તથા કોણીના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ ખેડૂતના બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ, "હવે પછી જો અમારું નામ લઈશ તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્ર્સ્તને સારવાર માટે ખસેડાયો, ફરિયાદ નોંધાઈ ઘટના બાદ ઈજાગ્રસ્ત કનુભાઈને તાત્કાલિક પાલીતાણા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે ખેડૂતની ફરિયાદના આધારે જેસર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ BNS એક્ટની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વીજ પોલ સત્યાગ્રહ, ખેડૂતોની ચેતવણી:ભાજપ નેતાઓના બહિષ્કારના બેનર, 2027ની ચૂંટણીમાં ગામમાં પ્રવેશ નહીંનું પોસ્ટરમાં લખાણ
    Next Article
    સુરતમાં ફોટો-વિડિયો એક્ઝિબિશન સીઝન–3 યોજાયું:ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી ક્ષેત્રના વિકાસ માટે એસોસિયેશને સફળતાપૂર્વક આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment