Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં મોટાભાઈએ નાનાભાઈને બ્લેડના ઘા ઝીંકયા:ઘરમાં તોડફોડ કરવાની ના પાડતાં હુમલો કર્યો હતો, મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો

    1 day ago

    ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ઘરે ચીજવસ્તુઓની તોડફોડ કરવાની ના પાડવા જેવી બાબતે ઉશ્કેરાઈને મોટાભાઈએ નાનાભાઈ પર બ્લેડ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં 25 વર્ષીય યુવક લોહીલુહાણ થતાં તેને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોર ભાઈ નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત નાનાભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોટો ભાઈ સુનિલ ઘરે આવીને ધમાલ-તોડફોડ કરવા લાગ્યો કુંભારવાડા શેરી નં.6માં રહેતા રાહુલ ભાવેશભાઈ જાંબુચા ઘરે જમી રહ્યા હતા ત્યારે તેમનો મોટો ભાઈ સુનિલ ઘરે આવીને ધમાલ-તોડફોડ કરવા લાગ્યો હતો. રાહુલે તેને ઘરમાં તોડફોડ ન કરવા અંગે ઠપકો આપતાં જ સુનિલે અપશબ્દો બોલી ઘરમાંથી બ્લેડ લાવી રાહુલના મોઢાના ગાલ પર તથા બંને હાથના બાવડા પર ઘા ઝીંકી દીધા હતા. મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં સુનિલ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. આ ઘટના સંદર્ભે બોરતળાવ પોલીસે BNS એક્ટ 115(2), 118(1), 352, 351(3) તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા કારણોસર 22માંથી 18 મોટા ગરબા આયોજનને ફાયર NOC મળી:ચાર ડોમવાળી નવરાત્રિને નોટિસ, સરસાણા ડોમમાંથી 17 સિલિન્ડર મળ્યા બાદ છેલ્લી ઘડીએ મંજૂરી મળી
    Next Article
    After Drishyam 3 Stellar Success, Jaideep Ahlawat Hopes He's Not Asked To Play Cop Roles 'Over And Over Again'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment