Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા કારણોસર 22માંથી 18 મોટા ગરબા આયોજનને ફાયર NOC મળી:ચાર ડોમવાળી નવરાત્રિને નોટિસ, સરસાણા ડોમમાંથી 17 સિલિન્ડર મળ્યા બાદ છેલ્લી ઘડીએ મંજૂરી મળી

    1 day ago

    સુરત શહેરમાં માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે, કેટલાક મોટા અને કોમર્શિયલ ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીની મંજૂરી માથાનો દુઃખાવો સાબિત થઈ છે. મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા હજુ પણ 4 આયોજકો ફાયર NOSથી વંચિત રહ્યા છે. જ્યારે VR મોલ સામે ચાર ડોમવાળી નવરાત્રિને એક નોટિસ અને સરસાણા ડોમની નવરાત્રિને બે નોટિસ આપવામાં આવી હતી. સરસાણા ડોમમાં જ 17 ગેસ સિલિન્ડર પણ મળી આવતા બીજી નોટિસ ફટકારી હતી. આ સાથે હજીરા રોડની નવરાત્રિને છેલ્લી ઘડીએ ફાયર NOC આપવામાં આવી હતી. 4 ગરબા આયોજકોને મોડી સાંજ સુધી મંજૂરી ન મળી હતી સુરત શહેરમાં મ્યુનિ.ના ફાયર વિભાગ દ્રારા નવરાત્રિમાં સુરતીઓની સલામતી માટે 30 કડક નિયમો બનાવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રોફેશનલ ગરબાનું આયોજન કરતા આયોજકો તરફથી ફાયર વિભાગની NOC માટે કુલ 22 અરજી ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે પૈકી ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી બાદ સાંજ સુધીમાં 18 આયોજકોને ફાયર વિભાગ તરફથી NOC આપી દેવામાં આવી છેે. ચાર ગરબા આયોજોકોને ફાયર સેફ્ટીની મંજુરી રવિવારે મોડી સાંજ સુધી મળી ન હોવાનું ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું. ડોમમાં ક્ષતિઓ હોવાથી નોટિસ ફટકારી ગરબા આયોજકે ફાયર સેફટી માટે NOC મેળવવા ફાયર વિભાગને અરજી કરી હતી. ફાયર વિભાગના ચેકિંગ દરમિયાન સરસાણા ડોમ ખાતે અને ડુમસ રોડના વીર મોલ સામે આવેલી ચાર ડોમ વાળી નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડ પર ફાયર સેફટીના નિયમોમાં ક્ષતિઓ સામે આવી હતી. જેથી બંને ગરબા આયોજકને નોટિસ ફટકારી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું. સરસાણા ડોમની નવરાત્રિના આયોજકોએ ફાયર NOC માટે ચાર દિવસ પહેલાં ઓનલાઈન અરજી કરી હતી. સ્થળ પરની તૈયારીઓ અધૂરી જણાતાં ફાયર વિભાગે 7 ઓક્ટોબરે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ શનિવારે હાથ ધરાયેલા ઈન્સ્પેક્શન દરમિયાન એસી ડોમમાં 17 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. અહીં અંદાજે ત્રણ હજાર લોકો માટે જમણવાર તૈયાર થતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. રવિવારે મોડી સાંજે ફાયર NOC આપવામાં આવી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરની હાજરીથી આગની સંભવિત ઘટનાને લઈને ચિંતા વધી હતી. એટલું જ નહીં, સ્થળ પર ફાયર એન્ટ્રી અને એક્ઝિટના ઠેકાણા ન હતાં. બેરિકેટ દોરડાથી બાંધી દેવાતા અચાનક ભાગદોડ થાય તો ખેલૈયાઓને બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે તેવી સ્થિતિ હતી. આવી ખામી ગંભીર બની શકે તેમ હોવાથી ફાયર વિભાગે શનિવારે ફરી નોટિસ આપી હતી. ત્યારબાદ જરૂરી વ્યવસ્થાઓની પૂર્તતા કરવામાં આવતાં રવિવારે ઇન્સ્પેક્શન બાદ મોડે મોડે ફાયર NOC આપવામાં આવી હતી. ફાયરના અધિકારી સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે ડુમસ રોડ પર હાઈફાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નેજા હેઠળ યોજાયેલા નવરાત્રિ કાર્યક્રમના આયોજકોએ એફિડેવિટ સહિતના જરૂરી પુરાવા રજૂ કર્યા ન હતા. અરજીમાં પણ અસ્પષ્ટ માહિતી હોવાથી ફાયર વિભાગે શરૂઆતમાં અરજી નામંજૂર કરી હતી. એ જ રીતે વેસુ-રુંઢ વિસ્તારમાં યોજાયેલા ગરબા કાર્યક્રમની અરજીમાં આયોજનની તારીખને લગતી વિગતોમાં ક્ષતિ રહી હતી. પરિણામે આ અરજી પણ ફગાવવામાં આવી હતી. બંને આયોજકોએ ફરીથી ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી વિગતો અને પુરાવાની પૂર્તતા કરતાં મંજૂરી મેળવી હતી. બીજી તરફ, હજીરા રોડ પરના હાઈફાઈ ગરબા આયોજન માટે સાંજે છ વાગ્યા સુધી જરૂરી વિધિગત પ્રક્રિયા પૂર્ણ ન કરી હોવાથી તેને ફાયર NOC મળી ન હતી. જો કે, રવિવારે મોડે મોડે મોટા ભાગની મંજૂરીઓ આપી દેવાઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, નવરાત્રિ દરમિયાન મોટા અને કોમર્શિયલ ગરબા આયોજકોમાં ફાયરના અધિકારી સાથે ટીમ સરપ્રાઇઝ ફાયર સેફટી અંગે ચેકિંગ કરશે. જેમાં ફાયર સેફટી અંગે ખામી હશે તો તરત નોટીસ આપવામાં આવશે. ખામી દુર નહી કરે તો, તે ગરબા આયોજકોની ફાયર NOC પણ રદ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું:કોંગ્રેસ કાર્યાલય સામે પ્રદર્શન, ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના નેતાઓ જોડાયા
    Next Article
    કુંભારવાડામાં મોટાભાઈએ નાનાભાઈને બ્લેડના ઘા ઝીંકયા:ઘરમાં તોડફોડ કરવાની ના પાડતાં હુમલો કર્યો હતો, મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment