Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણામાં ટીચર કોલોનીના રસ્તે ગટર ઉભરાઈ:એક અઠવાડિયાથી ગંદુ પાણી ભરાતા રોગચાળાનો ભય, લોકો પરેશાન

    10 hours ago

    નખત્રાણા શહેરના જૂના વાસ વિસ્તારમાં આવેલી ટીચર કોલોની તરફ જવાના રસ્તા પર છેલ્લા એક અઠવાડિયાથી ગટરનું ગંદું પાણી ઉભરાતાં સ્થાનિક રહીશો સહિત આ માર્ગ પરથી પસાર થતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી રસ્તા પર ગંદકીનાં ખાબોચિયાં ભરાયાં છે. એક તરફ નવરાત્રિ જેવા પર્વની ઉજવણી ચાલી રહી છે, તો બીજી તરફ સ્થાનિકોને ગંદા પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવતાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, અગાઉ આ વિસ્તારમાં ગટરલાઇનનું કામ જે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, તેમાં યોગ્ય આયોજન અને ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગટરની લાઇનોમાં રેતી ભરાઈ જવાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાતો હોવાનું જણાવવામાં આવે છે. પરિણામે ગંદા પાણીનો નિકાલ થવાને બદલે તે રસ્તા પર ફરી વળે છે અને આસપાસના વિસ્તારમાં ગંદકીની સમસ્યા સર્જાય છે. જો ગટરલાઇનની યોગ્ય તપાસ અને સફાઈ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ હોવા છતાં સ્થિતિમાં સુધારો ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગટરનું પાણી લાંબા સમયથી રસ્તા પર ભરાયેલું રહેતાં દુર્ગંધ ફેલાવા ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે રોગચાળો ફાટી નીકળવાની આશંકા વચ્ચે સ્થાનિકો આરોગ્યની સુરક્ષાને લઈને ચિંતિત છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને રાહદારીઓને આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યા અંગે તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણીએ નગરપાલિકાના જવાબદારોનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શહેરમાં વિવિધ સેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી નિભાવવામાં નગરપાલિકા કેમ પાછળ રહી રહી છે? હવે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી ગટરલાઇનની સફાઈ, પાણીના નિકાલ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરે તેવી લોકોની માંગ છે. સમસ્યાનો માત્ર કામચલાઉ નહીં, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવે તો જ સ્થાનિકોને ગંદકી અને સંભવિત આરોગ્ય જોખમમાંથી રાહત મળી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢ પદયાત્રા માર્ગે સફાઈ અભિયાન શરૂ:નખત્રાણામાં 20 અને લખપતમાં 5 ટીમો ઉતરી, 24 કલાકમાં સફાઈ પૂરી કરવા સૂચના
    Next Article
    Gujarat Breaking News | 1 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | Gujarati News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment