Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના મઢ પદયાત્રા માર્ગે સફાઈ અભિયાન શરૂ:નખત્રાણામાં 20 અને લખપતમાં 5 ટીમો ઉતરી, 24 કલાકમાં સફાઈ પૂરી કરવા સૂચના

    9 hours ago

    સેવા કેમ્પો અને આસપાસના વિસ્તારોની સફાઈ માટે વહીવટી તંત્રની કવાયત, 24 કલાકમાં સફાઈ પૂર્ણ કરવાની સૂચના; સૌથી સ્વચ્છ પાંચ કેમ્પોને કરાશે સન્માનિત નખત્રાણા/કચ્છ: માતાના મઢમાં આશાપુરા માતાજીનાં દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે માર્ગ પર ઠેરઠેર કેમ્પો કાર્યરત રહ્યા હતા. હવે પદયાત્રીઓનો પ્રવાહ ઘટતાં જ સેવા સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકામાં 20 તથા લખપત તાલુકામાં પાંચ ટીમોની રચના કરીને સફાઈ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. માતાના મઢ તરફ જતા માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે ભોજન, પાણી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જોકે, યાત્રા પૂર્ણ થયા બાદ કેમ્પોની આસપાસ સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી હોવાથી વહીવટી તંત્રએ આયોજનબદ્ધ કામગીરી શરૂ કરી છે. નખત્રાણા મામલતદાર દ્વારા 20 ટીમો બનાવી દેશલપરથી લીફરી સુધીના માર્ગ પર સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે લખપત મામલતદાર દ્વારા પાંચ ટીમો બનાવી માતાના મઢ તથા આસપાસના કેમ્પોની સફાઈ સુનિશ્ચિત કરવા પગલાં લેવાયાં છે. નખત્રાણા તાલુકામાં કેમ્પની આસપાસના 100 મીટરના વિસ્તારને સ્વચ્છ કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સોંપવામાં આવી છે. કેમ્પ પૂર્ણ થયા બાદ 24 કલાકની અંદર સફાઈ કામગીરી પૂરી કરાવવા સૂચના આપવામાં આવી છે. માર્ગના અલગ-અલગ રૂટની જવાબદારી સોંપીને ટીમવર્કના આધારે કામગીરી હાથ ધરવામાં આવશે. કેમ્પ સંચાલકોને પણ આ અભિયાનમાં સહભાગી બનાવી હાઇવે અને તેની આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા પર ભાર મૂકાયો છે. લખપત તાલુકામાં માતાના મઢ તરફના કેમ્પો તથા આસપાસના 500 મીટરના વિસ્તારની સફાઈ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીના નિરીક્ષણ સાથે દરેક કેમ્પની મુલાકાત અને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે, જેથી સફાઈની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય. આ અભિયાનમાં સ્વચ્છતા જાળવવા માટે કેમ્પ સંચાલકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિશેષ નિર્ણય લેવાયો છે. સમગ્ર કામગીરી દરમિયાન સ્વચ્છતાના માપદંડોને ધ્યાનમાં રાખીને સૌથી સ્વચ્છ રહેતા પાંચ કેમ્પોને સન્માનિત કરવામાં આવશે. ધાર્મિક આસ્થાના આ માર્ગને સ્વચ્છ અને સુઘડ રાખવાના પ્રયાસથી શ્રદ્ધાળુઓને પણ સ્વચ્છતાનો સંદેશ મળશે.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 119મી જયંતી ઉજવાઈ:'યુગપુરુષ શ્રી મુક્તજીવન સ્વામીબાપા' ડોક્યુમેન્ટરી દર્શાવાઈ, જીવનને ચાલતી-ફરતી યુનિવર્સિટી ગણાવાયું
    Next Article
    નખત્રાણામાં ટીચર કોલોનીના રસ્તે ગટર ઉભરાઈ:એક અઠવાડિયાથી ગંદુ પાણી ભરાતા રોગચાળાનો ભય, લોકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment