Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ નવરાત્રિનો પ્રારંભ કર્યો:ગુજરાતભરમાં પહેલા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગરબાના તાલે વાતાવરણ રંગાયું

    22 hours ago

    ગુજરાતભરમાં આરાધ્યા અંબાના શક્તિના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. વલસાડમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી (જૈન)ના હસ્તે નવરાત્રિ પર્વનો દિવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાતભરમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. રાત્રે જાણે સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ હતો. પ્રથમ દિવસે જનતાએ માતા અંબાની પૂજા, અર્ચના અને આરતી કરીને પર્વની શરૂઆત કરી. સોનલબેન સોલંકીએ સૌને શુભકામનાઓ પાઠવી અને ધરાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટના 35માં વર્ષની સફળ સફરની પ્રશંસા કરી. યુવાનો પરંપરાગત વેશભૂષામાં સજીધજીને એક થઈને ગરબે ઘૂમ્યા. વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી આયોજનો અને વિવિધ મંડળો દ્વારા ખેલૈયાઓ મોડી રાત સુધી માતાજીની ભક્તિમાં લીન રહ્યા. નવરાત્રિના પ્રથમ દિવસે જ ખેલૈયાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. માતાજીની ભક્તિ સાથે શરૂ થયેલા આ પર્વમાં ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા. પરંપરાગત પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓએ રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયાં પહેરી ગરબા કર્યા. શહેર અને જિલ્લાના વિવિધ પંડાલમાં ગરબા મેદાનોમાં રોનક છવાઈ ગઈ હતી. ડીજે અને પરંપરાગત ગરબાની ધૂન પર ખેલૈયાઓએ અલગ અલગ સ્ટેપ્સ સાથે ગરબે ઘૂમ્યા. યુવાનોની સાથે મહિલાઓ અને બાળકો પણ ઉત્સાહથી જોડાયા. આયોજકોએ ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. રોશનીથી ઝળહળતા ગ્રાઉન્ડમાં સંગીત સાથે સૌએ ઉત્સવની મજા માણી. પ્રથમ દિવસની શરૂઆતથી આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવશે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસની આકાશી નજર:ગરબા ગ્રાઉન્ડથી અવાવરૂ સ્થળો સુધી ડ્રોન કેમેરાથી દેખરેખ
    Next Article
    🟠US - Iran war Live | અમેરિકાએ કર્યો હુમલો, ફરીથી યુદ્ધ શરૂ ! | Trump | Hormuz | Drone Attack | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment