Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદની સાંઈજ્યોત રેસિડેન્સીમાં ફૂલોના ગરબા સાથે નવરાત્રિ ઉજવાઈ, પરંપરા અને શિસ્ત સાથે સભ્યોએ જાતે જ મહોત્સવની રમઝટ બોલાવી

    1 day ago

    અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલી સાંઈજ્યોત રેસિડેન્સીમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મહોત્સવ પરંપરા, શિસ્ત અને સાત્ત્વિકતા માટે જાણીતો છે. અહીં મહિલાઓ માથે ફૂલોના ગરબા મૂકીને ગરબે ઘૂમે છે, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ગ્રામ્ય સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખતા આ ફૂલોના ગરબા અદભુત દૃશ્યો સર્જે છે. તાલબદ્ધ રીતે ગરબે ઘૂમતી મહિલાઓ પરંપરાગત સંસ્કૃતિની સુંદર ઝાંખી કરાવે છે. આધુનિક જીવનશૈલીમાં પરંપરા જાળવવાનો આ સારો પ્રયાસ છે.રેસિડેન્સીના સભ્યો ભારે ઉત્સાહ સાથે નવરાત્રિ ઉજવી રહ્યા છે. ગરબા મહોત્સવને સફળ બનાવવા ભાઈઓ અને બહેનો સાથે મળીને મહેનત કરે છે. સામૂહિક આયોજનથી સમગ્ર રેસિડેન્સીમાં ઉત્સવનો માહોલ છવાયો છે.સભ્યો પોતે જ સાથે મળીને ગરબાની રમઝટ માણે છે. તેમને અન્ય સ્થળોએ જવાની જરૂર પડતી નથી. આ મહોત્સવ સામૂહિક એકતા, પરંપરાનું જતન અને પરસ્પર સહકારનો સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ પ્રાઈમ સોસાયટીમાં પહેલા નોરતે ગરબાની રમઝટ જામી, ન્યુ સાયન્સ સિટી વિસ્તારમાં પરંપરા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ સોસાયટીમાં નવરાત્રીનો પ્રારંભ, રહીશોએ માતાજીની ઉપાસના કરી અને ગરબાના તાલે મોજ માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment