Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગાર અને ભથ્થા વધારાની માગ સાથે પાણી-સફાઈ સેવાઓ ઠપ, શહેરીજનો મુશ્કેલીમાં

    19 hours ago

    નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ શ્રમિકો પગાર તથા ભથ્થા વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. તહેવારોના દિવસોમાં જ શરૂ થયેલી આ હડતાલથી મ્યુનિસિપલ કામગીરી ઠપ થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. વોટર વર્કસ, સેનેટરી, દબાણ હટાવ અને ફાયર સહિતના મુખ્ય વિભાગોના કર્મચારીઓ કામથી દૂર રહ્યા છે. સમયસર પગાર ન મળતા અને લાંબા સમયથી પગાર-ભથ્થામાં વધારો ન થતા કર્મચારીઓમાં રોષ છે. 70 વોટર વર્કસ કર્મચારીઓની હડતાલથી પાણી પુરવઠો ખોરવાયો છે. 300થી વધુ સફાઈકર્મીઓ કામ પર ન આવતા કચરાના ઢગલા જામ્યા છે, જેનાથી રોગચાળાની દહેશત છે. કર્મચારીઓએ અગાઉ અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓએ ધ્યાન ન આપતા હડતાલનું પગલું ભરવું પડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં ભાજપ નેતા અતર સિંહની મારી-મારીને હત્યા:ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરોથી કર્યો હુમલો, ગોચરની જમીન પર ગેરકાયદેસર ખનન મામલે વિવાદ હતો
    Next Article
    'No One Will Troll Vicky Now': Internet On His Latest Pic With Katrina

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment