Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં ભાજપ નેતા અતર સિંહની મારી-મારીને હત્યા:ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરોથી કર્યો હુમલો, ગોચરની જમીન પર ગેરકાયદેસર ખનન મામલે વિવાદ હતો

    19 hours ago

    રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અતર સિંહ ભડાનાની હત્યા કરવામાં આવી. પત્ની કમલેશે જણાવ્યું કે અતર સિંહ રવિવારે સાંજે 6:30 વાગ્યે ભૌંડા ગામમાં આવેલી તેમની ક્રશર ખનન લીઝ (પ્લાન્ટ) પર પહોંચ્યા હતા. આ દરમિયાન 70થી 80 લોકોએ તેમના પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો કરી દીધો. હુમલામાં અતર સિંહ અને તેમના સહયોગી ગગન શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને પહેલાં વૈર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ અતર સિંહને જયપુર અને ગગન શર્માને ભરતપુર રેફર કરવામાં આવ્યા હતા. SMSના પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે અતર સિંહનું SMS હોસ્પિટલમાં રાત્રે 11:30 વાગ્યે મોત થયું હતું. પૂર્વ ધારાસભ્ય પર હુમલા બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરવાના આરોપ લગાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાના હરિયાણાના ફરીદાબાદના રહેવાસી હતા. 2003માં તેઓ વૈરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા. હુમલા બાદની ત્રણ તસવીરો… પત્નીએ કહ્યું- પોલીસને જાણ હતી, કાર્યવાહી કરી નહીં પૂર્વ ધારાસભ્યની પત્ની કમલેશનું કહેવું છે કે તેમની લીઝનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને વોટર પંપ પણ ખરાબ કરી દેવામાં આવ્યો હતો. લીઝ પર જતા લોકોને પણ ત્યાંથી ભગાડી દેવામાં આવતા હતા. આ સંબંધમાં પોલીસ અને પ્રશાસનને દરરોજ જાણ કરવામાં આવતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. તેમણે કહ્યું કે રવિવારે સાંજે 6:30થી 7 વાગ્યાની વચ્ચે 70-80 લોકોએ મારા પતિ અને અન્ય લોકો પર હુમલો કર્યો. તેમણે દાવો કર્યો કે અતર સિંહને ગોળી વાગી હતી. ઘટના સમયે ક્રશર પ્લાન્ટ પર આશરે 20થી 25 કર્મચારીઓ હાજર હતા. ચાર વર્ષથી ચાલી રહ્યો હતો વિવાદ પોલીસ અધિકારી ધીરેન્દ્ર સિંહે જણાવ્યું- આશરે 4 વર્ષ પહેલાં ક્રશર પ્લાન્ટને લઈને ગ્રામજનો અને સંચાલક વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. ગ્રામજનોનો આરોપ છે કે અતર સિંહે ગોચરની જમીન પર અતિક્રમણ કરી લીધું હતું. તેમજ તેઓ ગેરકાયદેસર ખનન કરી રહ્યા હતા. લીઝના રસ્તાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આશરે બે વર્ષથી ગ્રામજનો વચ્ચે વચ્ચે ધરણાં-પ્રદર્શન કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી ક્રશર બંધ હતું. અતર સિંહ ક્રશર શરૂ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કારણે રવિવારે પણ અતર સિંહ ક્રશર પર પહોંચ્યા હતા. ત્યારબાદ ગ્રામજનો સાથે વિવાદ થઈ ગયો. ધરણાં કરી રહેલા ગ્રામજનોએ અતર સિંહ પર હુમલો કરી દીધો. ફાયરિંગ અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છે પોલીસ અધિકારી ધીરેન્દ્ર સિંહે જણાવ્યું- કોઈપણ પક્ષ તરફથી પોલીસમાં કેસ નોંધાવવામાં આવ્યો નથી. ભરતપુરથી પણ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યું છે. ફાયરિંગ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ક્રશર પર 20-25 લોકો હાજર હતા. તેમાંથી કેટલા લોકો ઘાયલ થયા છે, તેની માહિતી નથી. ગ્રામજનોનો આરોપ- ધરણાસ્થળેથી હટાવ્યા બાદ વિવાદ થયો ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 10-15 દિવસથી શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું. રવિવારે સાંજે ભડાના પક્ષના 40-50 લોકો સ્થળ પર પહોંચ્યા અને અમને ધરણાસ્થળ પરથી હટાવી દીધા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે વિવાદ વધી ગયો. જોતજોતામાં લાકડીઓ અને પથ્થરોથી હુમલો કરવા લાગ્યા. આ હુમલામાં ભડાના ગંભીર રીતે ઘાયલ થયા. વૈરથી રેફર કરવામાં આવ્યા હતા વૈર ઉપ જિલ્લા હોસ્પિટલના ડૉક્ટર રવિએ જણાવ્યું- રાત્રે 8:15 વાગ્યે ઘાયલોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્ય અને તેમના સહયોગીને પ્રાથમિક સારવાર બાદ રેફર કરવામાં આવ્યા. જોકે, ડૉક્ટરોએ પ્રાથમિક દૃષ્ટિએ ગોળી વાગ્યાની ઘટનાનો ઇનકાર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    'રામાયણ'ની રિલીઝ ડેટ જાહેર:નવરાત્રિ પર મેકર્સે નવું પોસ્ટર જાહેર કર્યું; 5 ભાષાઓ અને IMAX ફોર્મેટમાં દિવાળી પર થશે રિલીઝ
    Next Article
    નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગાર અને ભથ્થા વધારાની માગ સાથે પાણી-સફાઈ સેવાઓ ઠપ, શહેરીજનો મુશ્કેલીમાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment