Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાજીને કયા નોરતે શું પ્રસાદ ધરાવવો?:જાણો નવરાત્રિ દરમિયાન કયા-કયા કામો ન કરવા, આ સરળ રીતે કરો દેવી માતાની પૂજા

    15 hours ago

    આજે સોમવાર, 12 ઓક્ટોબરે બીજું નોરતું છે. ગઈકાલે, 11 ઓક્ટોબરથી આસો માસની એટલે કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. દેવી દુર્ગાની પૂજાનો આ ઉત્સવ 19 ઑક્ટોબર સુધી ચાલશે. નવ દિવસના આ ઉત્સવમાં દરરોજ દેવી માતાના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં દેવી માતાને અલગ-અલગ ભોગ ધરાવવાની પણ પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો કે નવરાત્રિમાં દેવી માતાને કયા દિવસે શું ભોગ ધરાવવો જોઈએ અને આ દિવસોમાં કયાં-કયાં કામ ન કરવા જોઈએ... દેવી માતાની આ રીતે સરળ પૂજા કરી શકાય દરરોજ સવારે વહેલા ઊઠો. સ્નાન કર્યા પછી મા દુર્ગાની સામે દીવો પ્રગટાવો અને નાળિયેર-ફૂલ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. ‘દું દુર્ગાયૈ નમઃ’ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. પૂજામાં દેવી માતાને દિવસ પ્રમાણે અલગ-અલગ ભોગ ધરાવો. દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. પૂજા પછી પરિવારજનો અને અન્ય લોકોને પ્રસાદ વહેંચો. હવે જાણો કયા દિવસે શું ભોગ ધરાવવો નવરાત્રિના દિવસોમાં શું કરવું અને શું ન કરવું નવરાત્રિમાં દેવી માતાની પૂજા અને દર્શનનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં જૂઠું બોલવાથી, ગુસ્સો કરવાથી અને ઘરમાં ક્લેશ કરવાથી બચવું જોઈએ. મહિલાઓનું ભૂલથી પણ અપમાન ન કરવું. તમામ સ્ત્રીઓનું સન્માન કરવું. પોતાના ગુરુ અને ગુરુના ઉપદેશોનો અનાદર કરવાથી બચવું. પોતાના સાથીઓ સાથે સારો વ્યવહાર રાખવો. દેવીની પૂજા કરનારા ભક્તોએ આ દિવસોમાં ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માતા-પિતાની સેવા કરવી. દેવીની પૂજા સાથે આ નવ દિવસોમાં શ્રીરામચરિતમાનસનો પાઠ પણ કરવો જોઈએ. દેવી માતાને આ વસ્તુઓ અર્પણ કરો નવરાત્રિના દિવસોમાં દેવી માતાના શક્તિપીઠો અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા અન્ય મંદિરોમાં દર્શન કરવાની પરંપરા છે. મંદિરમાં દર્શન કરવા જાઓ, ત્યારે દેવી માતાને મંત્રજાપ કરતાં કરતાં નાળિયેર, લાલ ચુંદડી, લાલ બંગડીઓ, લાલ ફૂલો, કંકુ અને અન્ય સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. જો આ વસ્તુઓ ન હોય, તો દેવી માતાના મંત્રોનો જાપ કરતાં દેવીનાં દર્શન કરવા જોઈએ. જો મંત્ર ન આવડતો હોય, તો દેવી માતાનાં નામોનો જાપ પણ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    અભિષેક શર્માએ સૌથી ઝડપી 2000 ટી-20 રન બનાવ્યા:એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં સૂર્યાની બરાબરી; તિલકે 50 કેચ પૂરા કર્યા
    Next Article
    વલસાડમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ નવરાત્રિનો પ્રારંભ કર્યો:ગુજરાતભરમાં પહેલા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment