Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ સાથે વ્રતની સિઝન શરૂ!:શું દરરોજ સાબુદાણા ખાવા યોગ્ય છે? તેનાથી વજન વધે છે? ડૉક્ટર પાસેથી જાણો ફાસ્ટના ફેવરિટ ફૂડના ફાયદા-નુકસાન

    6 days ago

    આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ઘણા લોકો 9 દિવસનું વ્રત રાખે છે. આ દરમિયાન રસોડામાં એક વસ્તુની એન્ટ્રી લગભગ નિશ્ચિત હોય છે, તે છે સાબુદાણા. વ્રત રાખનારા લોકો ક્યારેક ખીચડી, ક્યારેક વડા તો ક્યારેક ખીરના રૂપમાં તેને ખૂબ ચાવથી ખાય છે. રસપ્રદ વાત એ છે કે જે સાબુદાણાને આપણે પરંપરાગત ફળાહાર માનીએ છીએ, તેની કહાની વ્રતથી નહીં, પરંતુ ભૂખ અને દુષ્કાળથી શરૂ થાય છે. 19મી સદીના અંતમાં કેરળ પણ ભયંકર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું હતું. ત્યારે ત્યાંના શાસકોએ લોકોને એક નવા કંદમૂળના પાકનું સેવન કરવા પ્રોત્સાહિત કર્યા, જેને આપણે ‘ટૅપિયોકા’ અથવા ‘કસાવા’ના નામથી ઓળખીએ છીએ. શરૂઆતમાં લોકો તેને ખાવાથી ડરતા હતા. કહેવાય છે કે તે સમયના મહારાજા વિશાખમ તિરુનાલે પોતે તેને ખાઈને લોકોને વિશ્વાસ અપાવ્યો. ધીમે-ધીમે તે દુષ્કાળ સામે લડવાનું હથિયાર બની ગયું. થોડા દાયકાઓ પછી, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ચોખાની ભારે અછત ઊભી થઈ, ત્યારે આ જ ટેપિયોકા હજારો લોકો માટે સસ્તો અને પેટ ભરનાર વિકલ્પ બન્યો. બાદમાં આ જ કંદના સ્ટાર્ચમાંથી બનતા નાના-નાના સફેદ મોતી એટલે કે સાબુદાણા ભારતીય રસોડાં સુધી પહોંચ્યા. આજે તે વ્રત દરમિયાન ખવાતો સૌથી લોકપ્રિય ફળાહાર બની ગયો છે. તેથી આજે ‘કામના સમાચાર’માં સાબુદાણા વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- સ્રોત- અમૃતા મિશ્રા, સિનિયર ડાયટિશિયન, દિલ્હી સવાલ- સાબુદાણા ભારતમાં આટલો લોકપ્રિય કેમ છે? જવાબ- તેનું સૌથી મોટું કારણ એ છે કે સાબુદાણા લાંબા સમયથી વ્રત-ઉપવાસની પરંપરાનો ભાગ રહ્યો છે. વ્રત દરમિયાન તેને ખાવું ‘માન્ય’ છે. તેમાંથી ખીચડી, ખીર, વડા જેવી અનેક વાનગીઓ સરળતાથી બનાવી શકાય છે. આ ઉપરાંત- સવાલ- સાબુદાણામાં કયા પોષક તત્વો હોય છે? જવાબ- સાબુદાણા મુખ્યત્વે સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઇડ્રેટનો સ્ત્રોત છે. તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પ્રોટીન, ચરબી અને ફાઇબર ખૂબ ઓછા હોય છે. ગ્રાફિકમાં તેની પોષણસંબંધિત પ્રોફાઇલ જુઓ- સવાલ- સાબુદાણાના હેલ્થ બેનિફિટ્સ શું છે? જવાબ- તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરને ઝડપથી એનર્જી આપે છે. ગ્રાફિકમાં બધા ફાયદા જુઓ- સવાલ- શું સાબુદાણા દરેક વ્યક્તિ માટે હેલ્ધી છે? જવાબ- ના, તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. વધુ પડતું ખાવાથી કેલરીનું સેવન પણ વધી શકે છે. કોને સાવચેતી રાખવી જોઈએ, તે ગ્રાફિકમાં જુઓ- સવાલ- વધુ પડતું સાબુદાણા ખાવાથી શું નુકસાન થઈ શકે છે? જવાબ- તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને અનેક જરૂરી પોષક તત્ત્વો નહિવત્ હોય છે. તેથી વારંવાર અથવા વધુ માત્રામાં ખાવાથી આહારનું સંતુલન બગડી શકે છે. તેનાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. પ્રશ્ન- શું સાબુદાણા ખાવાથી વજન વધે છે? જવાબ- હા, વધુ માત્રામાં ખાવાથી વજન વધી શકે છે. તેને આ રીતે સમજો- સવાલ- શું દરરોજ સાબુદાણા ખાવા યોગ્ય છે? જવાબ- સાબુદાણા ક્યારેક અથવા વ્રત દરમિયાન ખાઈ શકાય છે. પરંતુ રોજિંદા આહારમાં ફળો-શાકભાજી, દાળ, દૂધ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓની પણ જરૂર હોય છે. તેથી તેને સંતુલિત આહારનો ભાગ બનાવીને ખાવું વધુ સારું છે. સવાલ- શું સાબુદાણા બાળકો માટે સારા છે? જવાબ- હા, તે બાળકોને ઊર્જા આપવામાં મદદ કરે છે અને સરળતાથી પચી પણ જાય છે. જોકે, બાળકોની વધતી ઉંમરમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન અને અન્ય પોષક તત્ત્વોની જરૂર હોય છે. સાબુદાણામાં આમાંથી મોટાભાગનાં પોષક તત્ત્વો નહિવત્ પ્રમાણમાં હોય છે. તેથી તેને સંપૂર્ણ આહાર માનવો જોઈએ નહીં. સવાલ- નવરાત્રિમાં સાબુદાણા વધુ કેમ ખાવામાં આવે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- શું માત્ર સાબુદાણા ખાઈને ઉપવાસ રાખવો યોગ્ય છે? જવાબ- સાબુદાણા ઉપવાસનો ભાગ હોઈ શકે છે, પરંતુ સમગ્ર ઉપવાસનો આધાર માત્ર તેના પર ન હોવો જોઈએ. ઉપવાસ દરમિયાન શરીરને ઊર્જા ઉપરાંત પ્રોટીન, સારા ફેટ, વિટામિન અને મિનરલ્સની પણ જરૂર હોય છે. સવાલ- સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડામાંથી શું વધુ સારું છે? જવાબ- સાબુદાણાની ખીચડી, વડાની સરખામણીમાં વધુ સારો વિકલ્પ છે. મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ઉપવાસમાં સાબુદાણા ખાવાની સૌથી હેલ્ધી રીત કઈ છે? જવાબ- તેને પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ ધરાવતી વસ્તુઓ સાથે ભેળવીને ખાવું એ સાબુદાણા ખાવાની સૌથી હેલ્ધી રીત છે. તેના માટે આ 3 વિકલ્પો વધુ સારા છે- સાબુદાણા-મગફળીની ખીચડી મગફળીમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે, જેનાથી ફળાહાર સંતુલિત બને છે. દહીં સાથે સાબુદાણા તેમાંથી પ્રોટીન અને પ્રોબાયોટિક્સ મળે છે. દૂધ અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનાવેલી સાબુદાણાની ખીર ઓછી ખાંડમાં બનાવેલી ખીરમાં બદામ, અખરોટ જેવા મેવા ઉમેરવાથી ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય છે. શું ન કરવું? વધુ તેલ, વધુ ઘી અને વધુ ખાંડ સાથે સાબુદાણા ખાવાથી બચો. તેનાથી કેલરીનું પ્રમાણ વધી શકે છે. સાબુદાણા સાથે જોડાયેલી માન્યતાઓ અને હકીકતો માન્યતા- સાબુદાણા સુપરફૂડ છે. હકીકત- નહીં, તે મુખ્યત્વે સ્ટાર્ચયુક્ત ખોરાક છે. માન્યતા- સાબુદાણા ખાવાથી શરીરને તમામ જરૂરી પોષક તત્ત્વો મળી જાય છે. હકીકત- નહીં, તેમાં પ્રોટીન, ફાઇબર અને ઘણાં માઇક્રોન્યુટ્રિએન્ટ્સ નહિવત્ પ્રમાણમાં હોય છે. માન્યતા- ડાયાબિટીસમાં સાબુદાણા જેટલા ઇચ્છો તેટલા ખાઈ શકાય છે. હકીકત- બિલકુલ નહીં. ડાયાબિટીસ ધરાવતા લોકોએ તેને ટાળવું જોઈએ. માન્યતા- સાબુદાણા વજન ઘટાડવા માટેનો ખોરાક છે. હકીકત- નહીં, વધુ પડતા ખાવાથી વજન વધે જ છે.
    Click here to Read More
    Previous Article
    હવે PFના પૈસા UPIથી મિનિટોમાં ઉપાડી શકશો:જરૂરિયાતના સમયે ફટાફટ રૂપિયા મળશે; જાણો ક્યારે શરૂ થશે સુવિધા
    Next Article
    "21 દિન મેં પૈસા ડબલ":જલ્દી અમીર બનવાના ચક્કરમાં રોકાણમાં થતી 8 સામાન્ય ભૂલો; નિષ્ણાત પાસેથી જાણો કઈ આદતો માલામાલ બનાવે છે

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment