Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતભરમાં નોરતાના પ્રથમ દિવસે રાસ ગરબાની રમઝટ, પોલીસે દિપકેની અટકાયતનો વીડિયો જાહેર કર્યો, મસ્ક બોલ્યા- ભારતમાં સસ્તું ઇન્ટરનેટ આપીશું

    1 day ago

    નમસ્તે, કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને 23 કલાક પછી દિલ્હી પોલીસે કસ્ટડીમાંથી છોડ્યા. સુપ્રીમ કોર્ટે CJPના જંતર-મંતર પ્રદર્શનના કારણે મેટ્રો-ટ્રેન સર્વિસ રોકવા પર સરકાર પાસે જવાબ માગ્યો. નેપાળમાં એક વાર ફરી પૂર આવ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિપક્ષી ગઠબંધનની કૂચ. 📰 કાલના મોટા સમાચારો 1. પોલીસે દીપકેની અટકાયતનો વીડિયો જાહેર કર્યો: CJPના આરોપોને ખોટા ગણાવ્યા; કોકરોચ પાર્ટીએ કહ્યું- વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે, બે દિવસમાં હજારો લોકોની અટકાયત દિલ્હી પોલીસે અભિજીત દીપકેની કસ્ટડીનો વીડિયો રવિવારે જાહેર કરીને કોકરોચ પાર્ટીના આરોપોને ખોટા ગણાવ્યા. CJPએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે દાદીના અવસાનના સમાચાર સાંભળીને દીપકે પોલીસને વારંવાર પોતાના કઝિન સાથે વાત કરાવવાની વિનંતી કરતા રહ્યા, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહીં. આ અંગે દિલ્હી પોલીસે જવાબ આપ્યો કે તેમને શક્ય તમામ મદદની ઓફર કરવામાં આવી હતી. પરંતુ દીપકેએ પોતે જ કોઈની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ લગભગ 23 કલાક કસ્ટડીમાં રહ્યા બાદ રવિવારે સવારે 10 વાગ્યે મુક્ત થયા. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને દિલ્હીમાં બીજા દિવસે પણ પ્રદર્શન કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં લોકોને કસ્ટડીમાં ન લો:સુપ્રીમ કોર્ટનો દિલ્હીમાં મેટ્રો-ઇન્ટરનેટ ફરી શરૂ કરવા આદેશ; 45 મેટ્રો સ્ટેશન બંધ અને 7000 લોકો કસ્ટડીમાં હતા દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન મેટ્રો-ટ્રેન સેવાઓ બંધ કરવા, ઇન્ટરનેટમાં વિક્ષેપ પાડવા અને લોકોને અટકાયતમાં લેવા સંબંધિત અરજીઓ પર રવિવારે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે મેટ્રો સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવી જોઈએ. ઇન્ટરનેટમાં વિક્ષેપ ન પાડવો જોઈએ અને લોકોની અવરજવર રોકવી જોઈએ નહીં. અરજદારોનો આરોપ હતો કે 9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે પ્રદર્શનને કારણે દિલ્હી મેટ્રો અને અહીં આવતી ટ્રેનોની અવરજવર પર સંપૂર્ણ રોક ન લગાવવામાં આવે. તેમ છતાં શનિવારે કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું. આ અંગે કોર્ટે દિલ્હી સરકારના અધિકારીઓને નોટિસ જાહેર કરીને મંગળવાર સુધીમાં જવાબ માંગ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પીએમ મોદીએ વિજય સાથે મેટ્રોમાં મુસાફરી કરી:ચેન્નઈમાં ટ્રેનના ફેઝ-2નું ઉદ્ઘાટન; વિધાનસભા ચૂંટણી બાદ તમિલનાડુની પ્રથમ મુલાકાત પીએમ મોદીએ ચેન્નઈની મુલાકાત લીધી. તેમણે ચેન્નઈ મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટના 14.6 કિમી લાંબા પૂનમલ્લી-વડાપાલાની રૂટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમએ પોતે ટ્રેનમાં મુસાફરી કરી, આ દરમિયાન તમિલનાડુના સીએમ વિજય પણ તેમની સાથે હાજર હતા. ત્યારબાદ મોદી આ રૂટ પર પૂનમલ્લીથી પોરુર સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરી. મોદીની મુલાકાત પહેલાં અનેક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગ્રેટર ચેન્નઈ પોલીસે મીનમ્બક્કમ, ગિન્ડી, કોટ્ટૂરપુરમ, પોરુર અને નંદમ્બક્કમની આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કર્યા છે. 2026ની વિધાનસભા ચૂંટણી બાદ પીએમ મોદીની આ પ્રથમ ચેન્નઈ મુલાકાત છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મસ્ક Vs અંબાણી:ભારતીય માર્કેટમાં સસ્તું સ્ટારલિંક લાવવા અંગે ઈલોનનો દાવો, કહ્યું- 'અંબાણીનો ધંધો બંધ નહીં થાય, માત્ર નફો ઘટશે' સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ 'સ્ટારલિંક'ની કિંમતો ભારતમાં ઘણી સસ્તી હશે. દેશમાં તેની એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઇલોન મસ્કે તેના સંકેત આપ્યા છે. તેમનું કહેવું છે કે માર્કેટમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવાથી આખરે ફાયદો ભારતીય યુઝર્સને જ થશે. તેમણે કહ્યું કે સ્ટારલિંકના આવવાથી અંબાણીનો નફો થોડો ઘટી શકે છે, પરંતુ તેમનો બિઝનેસ બંધ નહીં થાય. સ્વાભાવિક છે કે જો સ્ટારલિંક ભારતમાં ખૂબ મોંઘી હશે, તો તેને કોઈ ખરીદશે નહીં. તેથી સ્પેસએક્સે અહીં ટકી રહેવા માટે પોતાની કિંમતો સસ્તી રાખવી જ પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રિયાધ એરપોર્ટ મિસાઇલના ધડાકાથી ધણધણી ઊઠ્યું:12નાં મોત, 300થી વધુ લોહીલુહાણ; એર ઇન્ડિયા સહિત વૈશ્વિક એરલાઇન્સે ફ્લાઇટ્સ રોકી; 20 દિવસમાં હૂથીઓનો ચોથો હુમલો સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે હૂથી બળવાખોરોએ ફરી હુમલો કર્યો. વિસ્ફોટમાં 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. મૃતકોમાં 4 સાઉદી, 2 બાંગ્લાદેશી અને અમેરિકા, પેલેસ્ટાઇન, ઇજિપ્ત, જોર્ડન, સીરિયા તથા સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. હુમલા બાદ એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું અને ઉડાનો અટકાવી દેવામાં આવી. રિયાધ એરપોર્ટ પર છેલ્લા 20 દિવસમાં આ ચોથો હુમલો છે. હૂથીઓએ આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને ચેતવણી આપી હતી કે સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં ઉડાનો ચલાવવાના ગંભીર પરિણામો આવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદમાં જીગરદાન ગઢવી સંગ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા:વડોદરામાં યુનાઈટેડ વેના ગરબામાં પગ મૂકવાની જગ્યા નહીં, સુરતમાં ગરબા પહેલા પાણીપુરીની મોજ નવલા નોરતાના પ્રથમ દિવસે રાસ ગરબાની રમઝટ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના GMDC મેદાનમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2026નો રંગેચંગે પ્રારંભ થયો. વડોદરા, સુરત, રાજકોટમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. વડોદરાના યુનાઈટેડ વેના ગરબામાં તો પ્રથમ દિવસે જ ખેલૈયાઓનું જાણે કીડિયારુ ઉભરાયું હોય એવા દૃશ્યો જોવા મળ્યા. અતુલ પુુરોહિતના સૂર સંગ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા. તો અમદાવાદમાં જીગરદાન ગઢવી, દિવ્યા ચૌધરી સહિતના સિગરે રાસ ગરબામી રમઝટ બોલાવી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદ બાદ સુરતની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતાં મોત:9 મહિનાની માસૂમ રમતા-રમતા ખાડામાં પડી ગઈ, દીકરી ગુમાવતા માતા આઘાતમાં; પરિવારમાં આક્રંદ 10 ઓક્ટોબરે અમદાવાદમાં 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી હતી. ત્યારબાજ 11 ઓક્ટોબરે સુરતના પાંડેસરા જીઆઈડીસી સ્થિત રાધિકા પ્રિન્ટિંગ મિલમાં બોઈલર નજીક આવેલી ખુલ્લી ગટરના ખાડામાં પડી જતાં 8થી 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનું નામ ગૌરી ઉર્ફે અમૃતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેના પિતાનું નામ બુદ્ધવિલાસ છે. દીકરી ગુમાવતા માતા ભારે આઘાતમાં અને શ્રમિક પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના વતની બુદ્ધવિલાસ રાધિકા પ્રિન્ટિંગ મિલમાં બોઈલર વિભાગમાં મજૂરી કામ કરે છે અને પરિવાર સાથે મિલ પરિસરમાં જ રહે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હવામાં ઉડતા પ્લેનમાં અચાનક પાવરબેંક ફાટી:'ફાયર-ફાયર'ની ચિચિયારીઓ, સામાન બળીને રાખ; મોતિયા મરી જાય તેવા દૃશ્યો વચ્ચે દિલ્હી-ચેન્નઈ ફ્લાઇટનું હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : શાંતિની વાતો વચ્ચે મોટો વળાંક:ટ્રમ્પે ઝેલેન્સ્કી સામે ખોલ્યો મોરચો, કહ્યું- 'યુક્રેનને હવે નવા રાષ્ટ્રપતિની જરૂર'; અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદતા યુક્રેન લાલઘૂમ (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : CJIનો વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર:ઈમેલ મોકલીને કારણ જણાવ્યું; રાહુલે ચીફ જસ્ટિસને મળવા માટે સમય માંગ્યો હતો, CECના રાજીનામાની માંગ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : આફ્રિકન દેશ જિબુતી નજીક દરિયામાં બોટ ડૂબી, 109નાં મોત:116 લોકો ગુમ, 350 લોકો સવાર હતા; ઇથિયોપિયાના 80થી વધુ નાગરિકોનો બચાવ (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : આ અઠવાડિયે 5 IPO બજારમાંથી ₹1,600 કરોડ ભેગા કરશે:HD ફાયર અને ફ્યુઝન CX જેવા મોટા ઇશ્યૂ સામેલ; જાણો પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની તારીખો (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : સૌરાષ્ટ્ર તરફથી રવીન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડ સદીની નજીક:રણજી ટ્રોફીના પહેલા દિવસે શમીએ 4 વિકેટ ઝડપી; અમદાવાદમાં અરુણાચલ-નાગાલેન્ડની મેચ રદ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નવરાત્રિમાં રચાશે 5 દિવ્ય મહાયોગ:રવિ યોગ આપશે કષ્ટોમાંથી મુક્તિ; અમૃત-સર્વાર્થ સિદ્ધિ યોગથી કરિયર ચમકશે, ઘરેણાં-મિલકત ખરીદવાની સુવર્ણ તક (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મેટ્રોમાં બાથરોબ પહેરીને પહોંચી મહિલા સોશિયલ મીડિયા પર મહિલાનો બાથરોબ પહેરીને મેટ્રોમાં મુસાફરી કરવાનો વીડિયો વાયરલ છે. મહિલા માથા પર ટુવાલ લપેટેલી છે. આંખોની નીચે અંડર-આઈ પેચ લગાવેલી નજરે પડી રહી છે. આસપાસ બેઠેલા મુસાફરો આશ્ચર્યથી મહિલાને જોતા નજરે પડ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : મળો, ગુજરાતની 'નવ' દુર્ગાને...: કાકીને જોમ ચડ્યું ને કાકાને સીધા દોર કર્યા; નીશિતાએ 6 કરોડની ફી ભરી દીધી, KBC ફેઈમ પાબીબેનનો 45 દેશોમાં ડંકો 2. ખાખી કવર : હાઇજેકર્સની ગોળીઓ સામે ઢાલ બની 22 વર્ષની નીરજા ભનોત: 359 લોકોના જીવ બચાવીને શહીદ થઈ, ભારત-પાક. બંનેએ આપ્યો વીરતા પુરસ્કાર 3. ગરબા ગાઇડ : આદિત્ય ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર આ વખતે ક્યાં પર્ફોર્મ કરશે?: કયા વેન્યૂ પર પાસની કેટલી કિંમત? જાણો ગુજરાતના તમામ ગરબાના ટાઈમિંગ્સ અને લોકેશન સાથેની સંપૂર્ણ વિગત 4. આજનું એક્સપ્લેનર: પહેલાં દિવસે પ્રદર્શનકારીઓ જંતર-મંતર પહોંચી શક્યા નહીં, CJP નેતા 23 કલાક બાદ છૂટ્યા; આખરે આટલી કડકાઈનું કારણ શું છે 5. શું પિરિયડમાં ગરબા રમી શકાય?: ડાંડિયા રાસની રમઝટ પહેલાંની 5 જરૂરી તૈયારીઓ, સાથે રાખો 9 મેડિકલ એસેન્શિયલ્સ; પંડાલમાં પહોંચતાની સાથે ચેક કરો 3 વસ્તુઓ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: ધન રાશિના જાતકો ખુશખબરી સાંભળવા તૈયાર રહો, મીન રાશિના લોકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    મણિપુરના કાંગપોકપી-કામજોંગ જિલ્લાઓમાં 24 કલાકનો કર્ફ્યૂ લાગુ:બજાર બંધ, પોલીસ દળ તૈનાત; એક દિવસ પહેલાં 10 લોકોનાં મોત થયાં હતાં
    Next Article
    JPMorgan Employee Starts A Free Run Club In New York, Earns Over Rs 6 Crore

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment