Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 'માં શક્તિ' ગ્રુપે ગૌમાતા માટે નવરાત્રિ મહોત્સવ કર્યો:હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવો પણ હાજર રહ્યા

    15 hours ago

    જામનગરમાં 'માં શક્તિ' ગ્રુપે ગૌમાતાના લાભાર્થે સતત ચોથા વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ તુલસી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. સુનિતાબેન ભરવાડ, સાવનભાઈ ભરવાડ, મિતલબેન લેવા અને ગોપાલભાઈ ભરવાડ જેવા જાણીતા કલાકારોએ ગરબા રજૂ કર્યા. હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું. આ મહોત્સવમાં જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, વિવિધ સ્પર્ધાના વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. નિર્ણાયકો અને ગરબી મંડળોના સંચાલકોનું પણ આયોજકો દ્વારા સન્માન કરાયું. 'માં શક્તિ' ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રિમાં ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને લોકપરંપરાનો સુંદર સમન્વય જોવા મળ્યો. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓર્ચીડ એક્ઝોટીકા ખાતે ચોથા વર્ષે નવરાત્રિની ધૂમધામથી ઉજવણી:માતાજીની સ્થાપના, ગરબા, સેલ્ફી પોઈન્ટ અને ખાણીપીણી સ્ટોલ સાથે ભક્તો ઉમટ્યા
    Next Article
    Where Is Neha Bora Today?': AISA Chief A Running Motif As Delhi Protests Go Hybrid

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment