Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહાર જતા મુસાફરોનો ઉધના સ્ટેશને ભારે ધસારો:દિવાળી-છઠ પૂજાની ભીડ નિયંત્રણ માટે તંત્ર સજ્જ, કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની હાઈલેવલ બેઠક, ક્રાઉડ મેનેજમેન્ટ પર વિશેષ ભાર

    12 hours ago

    દિવાળી અને લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજા દરમિયાન સુરતમાંથી વતન બિહાર અને ઉત્તર પ્રદેશ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાને રાખીને રેલવે પ્રશાસન અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તહેવારોને કારણે મોટી સંખ્યામાં લોકો અત્યારથી જ વતન તરફ રવાના થઈ રહ્યા હોવાથી ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે અને સ્ટેશન પરિસરમાં લાંબી લાઈનો લાગી છે. આ સ્થિતિ વચ્ચે તમામ મુસાફરો સુરક્ષિત, સરળ અને કોઈપણ અગવડ વિના મુસાફરી કરી શકે તે માટે વહીવટી તંત્ર, પોલીસ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા તહેવારોની ભીડને કાબૂમાં રાખવા અને સ્ટેશન પરિસરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા કલેક્ટર, ડીસીપી, એસડીએમ, જીઆરપીના ડીવાયએસપી, સીટકોના સીઈઓ, સુરત સ્ટેશન ડાયરેક્ટર તેમજ સંબંધિત બ્રાન્ચ સુપરવાઈઝર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા અને સર્ક્યુલેટિંગ એરિયામાં વધારાની ભીડ ન જામે તે માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ અને સંવેદનશીલ પોઇન્ટ્સ પર વિશેષ સુરક્ષા તૈનાત રહેશે બેઠક દરમિયાન ક્રાઉડ મેનેજમેન્ટ, મુસાફરોના વ્યવસ્થિત આવાગમન અને સુરક્ષા જવાનોની નિયુક્તિ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. સ્ટેશનના અત્યંત સંવેદનશીલ અને વધુ ભીડવાળા પોઈન્ટ્સ પર પોલીસ તેમજ આરપીએફ-જીઆરપીના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈ પણ કટોકટી કે ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં ભરી શકાય. મુસાફરો માટે પીવાનું પાણી, પંખા અને અન્ય પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધતાની પણ ખાતરી કરવામાં આવી હતી. વિભાગો વચ્ચે સંકલનથી મુસાફરી સુગમ બનશે તહેવારોના પીક દિવસોમાં અફડાતફડી કે ભાગદોડ ન સર્જાય તે માટે રેલવે પ્રશાસન, સુરત સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે રિયલ ટાઈમ સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉથી કરેલું આયોજન અને સતત મોનિટરિંગ મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવામાં અગવડ નહીં પડવા દે અને દરેક મુસાફર સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. રેલવે પ્રશાસનની મુસાફરો માટે એડવાઈઝરી ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય કરતાં પૂરતો સમય પહેલાં સ્ટેશને પહોંચવું. સ્ટેશન પર થતી લાઉડસ્પીકર જાહેરાતો અને સુરક્ષા જવાનોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું. પ્લેટફોર્મ, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર બિનજરૂરી ધક્કામુક્કી ટાળીને લાઈન જાળવી રાખવી. હંમેશાં કાયદેસર અને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવી તેમજ વ્યવસ્થા જાળવવામાં રેલવે સ્ટાફને સહયોગ આપવો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળની દર્શન સ્કૂલમાં પ્રાચીન-અર્વાચીન રાસ સાથે નવરાત્રી ઉજવાઈ:લોહાણા બોડિંગ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામ અપાયા
    Next Article
    India vs West Indies LIVE Score, 3rd T20I: Abhishek Sharma Commits Massive Blunder. Here's How Gautam Gambhir Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment