Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા, મહિલાનો પગ કપાતા મોત:બંને ફૂટબોલની જેમ ફંગોળાયા, ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા; રાજકોટમાં અકસ્માત

    2 days ago

    રાજકોટના યુનિવર્સિટી રોડમાં મોડી રાતે અંદાજે દોઢ વાગ્યા સાધુ વાસવાણી કોર્નર પાસે અજંતા પાર્કમાં રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ તલાટીયા અને માતા જસુબા મંદિરેથી દર્શન કરીને એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી રેનોલ્ટ સ્કાલા કારે ઉડાડ્યા હતા. કારની ભયાનક ઠોકર લાગતા બંને ફૂટબોલની માફક ફંગોળાયા અને ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં મહિલાનો પગ કપાઈ ગયો હતો. સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ દુર્ઘટનામાં 68 વર્ષીય જશુબા તલાટીયા નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસે કાર ચાલક ઋષિ રૂપારેલીયા સામે BNSની કલમ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલકે માતા-પુત્રને હડફેટે લીધા, ત્યારબાદ કારમાંથી ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉતરે છે અને સ્થાનિકો દોડી આવે છે. અકસ્માત 4 તસવીરમાં જુઓ એક્ટિવા સવાર માતા-પુત્રને ટક્કર મારીને ઉડાવ્યા. કારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક યુવતી ઉતર્યા પુત્રને ગંભીર ઈજા, માતાનો પગ કપાઈને દૂર પડ્યો જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાયા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, રોડ પરથી એક સફેદ રંગની ફોરવ્હિલ પૂરઝડપે પસાર થઇ રહી છે. બીજી તરફ એક્ટિવામાં માતા-પુત્ર આવી રહ્યા છે. એક્ટિવા સાથે કારની જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાઈ જાય છે અને ગંભીર રીતે રોડ પર પટકાય છે. ટ્રેડિશનલ ડ્રેસમાં કારચાલકો હતા અકસ્માત સર્જ્યા બાદ કાર થોડી આગળ જઈને ઊભી રહે છે અને તેમાંથી બે યુવક તથા 2 યુવતી નીચે ઉતરે છે. તેમજ આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તોની મદદે પહોંચે છે અને વિસ્તારમાં દોડાદોડી તથા અફરાતફરીનો માહોલ સર્જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અકસ્માત બાદ કારમાંથી બે યુવકો અને બે યુવતીઓ ઉતર્યા હતા. જેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હોવાથી ગરબા રમીને પરત ફરતા હોવાનું લાગી રહ્યું છે. જોકે હાલમાં યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ અને કાર નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલથી પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા મૃતકના સંબંધી વિપુલસિંહ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું કે, ઘટનાની રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેઓ, તેમના કાકીજી સાસુ જશુબા વિજયસિંહ તલાટીયા તથા તેમનો દીકરો ચિરાગસિંહ મનહર પ્લોટમાં આવેલા માઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ જશુબા અને ચિરાગસિંહ અજંતા પાર્ક સ્થિત પોતાના ઘરે જવા માટે એક્ટિવા મોટરસાઇકલ (રજી. નં. GJ-03-HQ-5524) લઈને નીકળ્યા હતા, જ્યારે તેઓ મંદિરે રોકાયા હતા. ત્યારબાદ ઘરે જવા નીકળ્યા હતા. સંબંધી વિપુલસિંહ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં સાળાના પત્ની મેઘનાબાનો ફોન આવ્યો હતો કે યુનિવર્સિટી રોડ પર સાધુવાસવાણી ટી પોઈન્ટ પાસે એક ફોરવ્હિલના ચાલકે એક્ટિવા સવાર જશુબા અને ચિરાગસિંહને અડફેટે લીધા છે અને તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં પોતે તરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. ચિરાગસિંહને બંને પગમાં એકથી વધારે ફેક્ચર, જશુબાનું મોત જશુબા અને ચિરાગસિંહને ગંભીર ઇજાઓ થઈ હોવાથી અને ડોક્ટરોએ ઓપરેશનની જરૂરિયાત દર્શાવતા, તેઓ ચિરાગસિંહને પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં ગિરીરાજ હોસ્પિટલ લઈ ગયા હતા. બીજી તરફ જશુબાને વેલનેસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ઇમરજન્સીમાં સર્જન ડોક્ટર ઉપલબ્ધ નહીં હોવાથી તેમને પણ તુરંત ગિરીરાજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ગિરીરાજ હોસ્પિટલના ડોક્ટરે સારવાર દરમિયાન જશુબાનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું, જ્યારે ચિરાગસિંહને બંને પગમાં એકથી વધારે ફેક્ચર, હાથ, માથા અને મોઢાના ભાગે છોલ-છાલ તથા મૂઢ ઈજાઓ તેમજ ડાબી આંખના ઉપરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું અને તેઓ અર્ધ બેભાન હાલતમાં હોવાનું જણાવી ઓપરેશન કરવું પડશે તેમ ફરજ પરના ડોક્ટરે જણાવ્યું છે. આ પણ વાંચો રાજકોટમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈકચાલકનું માથું છુંદાયું 20 સપ્ટેમ્બર, 2026એ રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં 60 વર્ષના બાઈકચાલક અરૂણભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Amazon Great Indian Festival 2026: Best ANC Headphones Under Rs 10,000
    Next Article
    PM આવાસ યોજનામાં ગુજરાતને 3 રાષ્ટ્રીય પુરસ્કાર:શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં BLC હેઠળ 96% મકાનો પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment